કૌભાંડને અને હલકી ગુગવત્તાની મગફળીને છુપાવવા આગના તરખટ રચાયું ?
- ટેકાના ભાવે ખેડુતોના નામે દલાલો પણ સરકારને મગફળી વેચી ગયા હોવાના આક્ષેપો
- રાજ્ય ભરમાં આ પ્રકારના કૌભાંડ બહાર આવ્યા છે ત્યારે ગાંધીધામની આગની તટસ્થ તપાસ થાય તો ચોંકાવનારા તથ્યો બહાર આવે
ગાંધીધામ,તા. 03 જાન્યુઆરી 2018 બુધવાર
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પાસેના સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલી આગે અનેક ભેદભરમ ઉભા કર્યા છે. આ આગ લાગી કે લગાડવામાં આવી તેની પણ ચર્ચા શરૃ થઈ છે. કારણ કે રાજ્ય ભરના ગોડાઉનમાં સંગ્રહવામાં આવેલા અનાજમાં ભ્રષ્ટાચારની ઉપર સુધી ફરિયાદો ગઈ હતી. કચ્છમાં પણ ખેડુતોના નામે જિલ્લા બહારના વેપારીઓ અને દલાલોએ હલકી ગુણવત્તાનો મગફળીનો જથૃથો સરકારને વેચ્યો હોવાના આક્ષેપો છે. ત્યારે તપાસ આવવાના બીકે આ સમગ્ર બનાવ ઉભો કરાયો હોવાનો જાણકાર વર્તુણો શક્યતા દર્શાવી રહ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ મીઠીરોહરમાં મંગળવારે ખાનગી માલીકના ગોડાઉનમાં રાખેલા સરકારી મગફળીના જથૃથાામાં લાગેલી આગના કારણે સરકારી તંત્ર ચોંકી ઉઠયું હતું. આ આગ લાગવા પાછળ અનેક ભેદભરમ ઉભા થયા છે. એકા એક આગ લાગવા પાછળના કારણો અંગે પણ સવાલો ઉભા થયા છે. એપીએમસી સાથે સંકળાયેલા સુત્રો આ અંગે ચોંકાવનારા આક્ષેપો કરી રહ્યા છે. આ દિશામાં તપાસ થાય તો ચોંકાવનારા તથ્યો પણ આવી શકે છે. રાજ્યભરમાં સરકાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે તે બજાર ભાવ કરતા વધારે છે ! અહી જ કૌભાંડની શરૃઆત થાય છે. ખેડુતોને બજાર ભાવ કરતા સરકાર વધારે રૃપિયા આપતી હોવાથી કેટલાક વેપારીઓ સેટીંગ કરીને ખેડુતોના નામે પોતાનો માલ પણ સરકારને વેચી રહ્યા છે. વળી આ વેપારીઓ દ્વારા સાવ હલકી ગુણવત્તાનો માલ સરકારને ખેડુતોના નામે પધરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો છે. મોટી માત્રામાં આવો માલ ભુજમાં પણ સંગ્રહવામાં આવતો હતો. પરંતુ આ અંગે ફરીયાદો ઉઠતા કૌભાંડીઓ સતર્ક થઈ ગયા હતા. ગાંધીધામના જે ગોડાઉનમાં આગ લાગી છે તેમાં પણ મોટી માત્રામાં હલકી ગુણવત્તા ધરાવતી મગફળીનો જથૃથો હોવાની પણ શક્યતાઓ હતી. આ અંગે ફરિયાદો પણ ઉપર સુધી પહોંચી હતી. રાજ્યના અનેક જગ્યાએ ટેકાના ભાવેથી કરાતી ખરીદીમાં મગફળીમાં માટીની ભેળસેળ પણ કરાતી હોવાનું બહાર આવ્યું હતું. આ બધા કૌભાંડોની વચ્ચે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ કોટન ફેડરેશન લી.ની તા.૧૨/૧૨ના એક ગાંધીનગર ખાતે બેઠક પણ મળી હતી. જેમાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. તેવામાં રાજ્ય ભરની સાથે કચ્છના ગોડાઉનમાં પણ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી હતી. તેવામાં આ આગ લાગતા અનેક ભેદભરમ ઉભા થયા છે. ત્યારે સરકાર દ્વારા આ આગ લાગવા પાછળના કારણો અને તેના માલ અંગે તટસૃથ તપાસ કરવી જરૃરી છે.
આગ પરોઢે કાબુમાં આવી : કરોડોની મગફળી સળગી ગઈ
ગાંધીધામ,તા.૩
મીઠીરોહરના ગોડાઉનના સરકારી અનાજના જથૃથામાં લાગેલી આગના કારણે સરકારી તંત્રો દોડતા થઈ ગયા હતા. ૧૫ જેટલા ફાયર ફાઈટર તથા પાણીના ટેન્કરો આખી રાત ધંધે લાગ્યા હતા ત્યારે પરોઢે આગ કાબુમાં આવી હતી. જોકે પાણીનો મારો હજુ પણ ચાલુ રાખવામાં આવ્યો છે.
બાજુના ગોડાઉનને બચાવવા હજુ પણ પાણીનો છંટકાવ ચાલુ
આ અંગે મળતી વિગતો મુજબ આગના કારણે ગોડાઉ સંપૂર્ણ પણે આગને હવાલે થઈ ગયો છે. પાંચથી છ કરોડના સરકારી અનાજનો જથૃથાની સાથે ગોડાઉન પણ સ્વાહા થઈ ગયો છે. આ આગના પગલે જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અિધકારીઓ સૃથળ પર ધસી ગયા હતા. આગ પર કાબુ મેળવવા ઈઆરસી, કેપીટી, ગાંધીધામ પાલિકા સહિતના ફાયર ફાઈટરોની ટીમો ધંધે લાગી હતી. તેવામાં માંડ સવારે આગ કાબુમાં આવી હતી. જોકે ગોડાઉનની વચ્ચે હજુ પણ આગ ચાલુ હોવાથી ત્યાં પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે. બાજુના ગોડાઉનને સુરક્ષિત રાખવા માટે ત્યાં પણ પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો.
આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી : એસડીએમ
ગાંધીધામ,તા.૩
આ અંગે અંજારના પ્રાંત અિધકારી વી.વી. રબારીએ જણાવ્યું હતું કે, આગના કારણ હજુ બહાર આવ્યું નથી. અહીં કચ્છની સાથે રાજ્ય ભરમાંથી મગફળીનો જથૃથો રાખવામાં આવ્યો હતો. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
ભુજ એપીએમસીમાં દિલ્હીની તપાસ ટીમના ધામા : કૌભાંડી દલાલોમાં ફફડાટ
ગાંધીધામ,તા.૩
ભુજમાં ટેકાના ભાવથી મગફળી ખરીદી સન્ટરમાં કૌભાંડના આક્ષેપો ઉઠયા હતા. તેવામાં બુધવારે એક બાજુ ગાંધીધામમાં સરકારી ગોડાઉનમાં આગ અને બીજીબાજુ ભુજ એપીએમસીમાં દિલ્હીથી તપાસ ટીમે ધામા નાંખ્યા હતા.
ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડના આક્ષેપો વચ્ચે ટીમ દ્વારા સ્ટોક અને અનાજની ગુણવત્તાની તપાસણી
દિલ્હીથી ત્રણેક અિધકારીઓ દ્વારા બુધવારે ભુજ એપીએમસીની સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી હતી. જેના કારણે કેટલાક કૌભાંડી વેપારીઓ-દલાલોમાં ફફડાટ ફેલાયો હતો. આ ટીમ દ્વારા અનાજનો જથૃથો, સ્ટોક તથા ઉતારા સહિતની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં કોઈ ચોંકાવનારૃ તથ્ય બહાર આવે છે કે કેમ તે જોવાનું રહેશે. વળી ગાંધીધામની આગની ઘટના વખતે જ યોગાનું યોગ આ તપાસ આવતા તેનું મહત્વ હાલ વધી ગયું છે.
Post Comments
ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને આસાનીથી હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દિલ્હી ડેર ડેવિલ્સ સામે છ વિકેટથી વિજય
ભારતને પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમવા હજુ પણ રાહ જોવી પડશે
નડાલનો રેકોર્ડ ૧૨મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સની ફાઈનલમાં પ્રવેશ
IPLમાં લેગ સ્પિનરોની બોલબાલા જોવા મળી છે
કિંગ્સ ઈલેવન પંજાબે ડકવર્થની મદદથી નાઈટ રાઈડર્સને હરાવ્યું
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટી-૨૦
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર થવાની ચર્ચા
સોનમ કપૂરના લગ્નમાં કરણ જોહર સલમાન ખાન સાથે પરફોર્મ કરે તેવી ચર્ચા
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News