Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમાજ બહાર કરી નાક કપાવતા જમાઈએ પિતા સાથે મળી સસરાની હત્યા કરી

- પત્નીએ મુંબઈમાં છુટાછેડાનો કેસ કરી બીજા લગ્ન કરી લીધા

- સમાજમાં આબરૃ ખરાબ કર્યાનું મનદુખ રાખી નાક-કાન કાપી ક્રુર હત્યા કરાઈ : પિતા-પુત્રને ગાંધીધામમાંથી પકડી પડાયા

ગાંધીધામ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

રાપર તાલુકાના પદમપરમાં એક આધેડ ખેડૂતની થયેલી હત્યામાં આરોપી જમાઈ અને તેના પિતાને એલસીબીએ ગાંધીધામ રેલવે સ્ટેશનેથી પકડી પાડયા હતા. સમાજમાં નાક કાપાયું હોવાનું મનદુખ રાખી આરોપી પિતા-પુત્રએ ક્રુરતા પૂર્વક ખેડુતની હત્યા કરી હોવાની પણ કલુલાત આપી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, તાલુકાના પદમપર ગામે કાઠીયાવાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં વેલજીભાઈ રણછોડભાઈ રાવરીયા (પટેલ) (ઉ.વ.૪૮,પદમપર)ની બુધવારે સવારે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક વેલજીભાઈમાંથાના ભાગે ધારીયાના ત્રણથી ચાર જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા. આ બનાવમાં શકદાર તરીકે વેલજીભાઈના જમાઈ હિતેશ પરબત ચૌધરી (કંથકોટ,ભચાઉ)ને બતાવવામાં આવ્યો હતો. તેવામાં એલસીબીને શકદાર હિતેશ પોતાના પિતા પરબત ગણેશા ચૌધરી સાથે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં જવાના ગેટ પાસે ઉભો હોવાની બાતમી મળી હતી. જ્યાંથી પોલીસે બન્નેની ધરપડક કરી પૂછપરછ કરતા તેઓએ જ વેલજીભાઈની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, હિતેશના લગ્ન મૃતકની પુત્રી સાથે થયા હતા. લગ્નગાળા દરમીયાન પુત્રીનો જન્મ થતા છેલ્લા બે વર્ષથી પત્ની માવિત્રે તેના પિતા સામે રીસામણે હતી. તે દરમીયાન સમાજ સ્તરેથી છૂટાછેડા લીધા હતા. પરંતુ આ છુટાછેડા આરોપી હિતેશને મંજૂર ન હતા. પત્નીએ હિતેશના કુંટુંબને નાત બહાર મુકાવ્યું હતું. ત્યાર બાદ પત્નીએ મુંબઈમાં છુટાછેડા માટે કેસ દાખલ કરી થોડા મહિનાઓ પહેલા ફતેગઢના પટેલ સાથે લગ્ન કરી લીધા હતા. તથા તેની સાથે મુંબઈમાં રહેતી પણ હતી. જેના પગલે હિતેશને પોતાની અને પરિવારની સમાજમાં આબરૃ ઉડાડી નાક કપાયું હોવાથી આ હત્યા કરી હતી. આરોપીઓએ ધારીયા,છરી તથા ધોકા વડે નાક-કાન કાપી ક્રુરતા પુર્વક હત્યા કરી હતી. આરોપી પિતા-પુત્રને આડેસર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Post Comments