Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદપર(યક્ષ)માં ૮મું ધોરણ ન હોવાથી કન્યાઓને જવુ પડે છે બે કિ.મી. દુર ભણવા

- કન્યા કેળવણીના પ્રચાર પ્રસાર પાછળ કરોડોના આંધણ વચ્ચે

- વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી ગામમાં શાળા મંજુર કરાતી નથી

આણંદપર, તા. 03 જાન્યુઆરી 2018 બુધવાર

નખત્રાણા તાલુકાના આણંદપર (યક્ષ) ગામમાં આઠમું ધોરણ ન હોવાથી ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામથી બે કિ.મી.દુર ભણવા જવાની ફરજ પડી રહી છે. ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી આઠમું ધોરણ મંજુર કરવામાં આવતુ નથી.

સરકાર દ્વારા અભ્યાસક્ષેત્રે નિત નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે. કન્યા કેળવણી પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ કચ્છના અસંખ્ય ગામોમાં આજે પણ ગામમાં શાળા ન હોવાથી કે બીજે ગામમાં જવા માટે બસની સુવિધા ન હોવાથી કન્યાઓ પુરતો શિક્ષણ લઈ શકતી નથી. ત્યારે આણંદપર યક્ષ ગામમાં પણ આવી જ હાલત કન્યાઓની છે.

ગામમાં ધોરણ-૮ મંજુર કરવામાં આવ્યો ન હોવાથી ગામની કન્યાઓને સાયકલ લઈને અથવા તો પગપાળા ચાલીને બે કિ.મી.ના અંતરે દુર જવુ પડે છે. સરકાર કન્યા કેળવણીના નામે કરોડો રૃપિયાનો ખર્ચ પ્રચાર પ્રસાર ખર્ચે છે ત્યારે ગામડાઓમાં શાળાઓ શરૃ કરવામાં આવે તેવી માંગ છે. પલીવાડ, મોરગર, સાંયરા, સુખસાણમાં પણ ધોરણ ૮ છે ત્યારે આણંદપરમાં પણ ધોરણ ૮ શરૃ થવુ  જોઈએ તેવી વાલીઓની માંગ છે.

Post Comments