Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોનેશન લેનાર અને ઓછી રકમની રસીદ આપનાર શાળા-કોલેજોની પણ કાર્યવાહી કરાશે

- ગાંધીધામ ખાતે યોજાયેલા લોક દરબારમાં લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોેના અધિક નિયામકે આપી જાણકારી

- કોઈ શૌક્ષણિક સંસ્થા વધારે ફી માંગે તો એસીબીનો સંપર્ક કરવા હાકલ : ભ્રષ્ટાચાર સામે લોકો જાગૃત થઈને આગળ આવ

ગાંધીધામ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

આજે શિક્ષણના નામે ખાનગી શાળાઓ અને કોલેજો રીતસર લૂંટ ચલાવી રહ્યી છે. ત્યારે સરકારના ફી નિર્ધારણ કાયદા બાદ શાળા કે કોલેજો વધારે ફી વસુલ કરી ઓછી રકમની રસીદ આપશે તો તેઓ સામે પણ એસીબી કાર્યવાહી કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત એન્ટી કરપ્શન બ્યુરોના અિધક નિયામક હસમુખ પટેલે કરી હતી. ડોનેશન લેનાર શાળાની પણ ફરીયાદ કરવા તાકિદ કરાઈ હતી.ગાંધીધામ ખાતે શુક્રવારે લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોના યોજાયેલા લોક દરબારમાં વરીષ્ઠ આઈપીએસ અિધકારીએ ભ્રષ્ટાચાર નાબુદ કરવા લોકોને આગળ આવી નિસંકોચ કૌભાંડીઓની ફરિયાદ કરવા અપીલ કરી હતી. તેઓએ એસીબી કેવી રીતે કામ કરે છે તેની વિગતો પણ આપી હતી.

ગાંધીધામના ઝુલેલાલ મંદિર હોલમાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. પ્રથમ ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીઓને એસીબીમાં ફીટ કરાવનારા ફરિયાદીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હસમુખ પટેલે એસીબીની કામગીરી જણાવી હતી. સૃથાનીક એસીબી પર ભરોશો ન હોય તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન કરવા જણાવ્યું હતું. એસીબી આવક કરતા વધારે સંપતિ, લાંચની માંગણી તથા સતાના દુર ઉપયોગ જેવા ભ્રષ્ટાચારમાં કેવી રીતે કામ કરે છે તેની ઉદાહરણ સાથે વિગતો આપી હતી. સરકારી વિભાગોની સાથે હવે શાળા અને કોલેજો પણ વધારે ફી લઈને રસીદમાં ઓછી રકમ બતાવે તો પણ એસીબીમાં ફરિયાદ કરી શકાય છે. એસીબી આવા કિસ્સાઓમાં પણ છટકુ ગોઠવી આરોપીઓને પકડશે. જોકે અત્યાસુધી ફી નિર્ધારણ કાયદો આવ્યા બાદ કોઈ ફરિયાદો મળી નથી. કોઈ વ્યક્તિને જાણ હોય કે આ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તો તે ડિકોય બનીને કામ ઉભુ કરીને પણ એસીબી કામગીરી કરી શકે છે. અિધક નિયામકને વિવિધ પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર જામીન આપવાની એક અરજી અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે પ્રશ્ન એસીબી હેઠળ આવતો ન હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. જો સરકારી વકીલ લાંચ માંગે તો તેની સામે પણ એસીબી કાર્યવાહી કરી શકે છે તે જણાવાયું હતું. લાંચ આપતા પહેલા એસીબીની જાણ કરવી જરૃરી છે. એક વાર લાંચ આપી દીધા પછી મામલો ખાતાકીય થઈ જાય છે. લાંચ આપતા પહેલા ફરિયાદ કરવામાં આવશે તો એસીબી છટકુ ગોઠવી શકે છે.

ચકચારી ચોર રસ્તા કૌભાંડની તપાસ પર હાલ સ્ટે
ગાંધીધામ,તા.૯
અંદાજે બે વર્ષ પહેલા વોંધ પાસે એસીબીએ ચોર રસ્તા કૌભાંડ પકડી પાડયું હતું. આ કૌભાંડથીં રાજ્ય સરકારને કરોડો રૃપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. આ કૌભાંડમાં ભાજપના અનેક નેતાઓના નામ ખૂલ્યા હતા. તપાસ થાય તો વધુ નેતાઓની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા છે. ત્યારે આ બનાવની તપાસ હાલ ક્યાં પહોંચી તેના જવાબમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ મામલો હાલ હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટના આદેશના પગલે તપાસ પર હાલ સ્ટે છે. એસીબીએ પણ એફીડેવીટ કરી છે. સ્ટે દૂર થયા બાદ ફરી તપાસ હાથ ધરાશે.

પોલીસ અધિકારીઓ અને આઈએએસ અધિકારી સામે ફરિયાદ કેમ કરવી ?
ગાંધીધામ,તા.૯
એક વ્યક્તિએ કહ્યું હતું કે, આઈએએસ, આઈપીએસ, ડેપ્યુટી કલેક્ટર જેવા અિધકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તો તેની ફરિયાદ કેવી રીતે કરવી ? તેના જવાબમાં અિધકારીએ જણાવ્યું હતું કે, આવા અિધકારીઓ વચેટીયા મારફતે લાંચ લેતા હોય છે. ફરિયાદ થાય તો એસીબી વચેટીયાને પકડે છે. આ વચેટીયા અને અિધકારીની લીંક ખુલે તો અિધકારી સામે પણ કાર્યવાહી કરાય છે. પરંતુ રાજ્યમાં નાના કર્મચારીઓની સરખામણીએ ઉચ્ચ અિધકારીઓ સામેની ફરિયાદો ખૂબ જ ઓછી આવે છે. ત્યારે લોકોને ડર વગર ફરિયાદ કરવા અપીલ કરી હતી.

Post Comments