Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભચાઉ નજીક નલિયાકાંડને લગતા બેનરો લાગતા તંત્રમાં દોડધામ

-'આશા રાખીએ કે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતા પ્રધાનમંત્રી જી નલિયાકાંડ વિશે પણ બોલશે'તેવુ લખા

ભુજ,તા.22 મે 2017, સોમવાર

વડાપ્રધાનની કચ્છ મુલાકાતના એક દિવસ પૂર્વે જ ભચાઉ પાસે નલિયા કાંડને લગતા બેનરો લાગતા તંત્ર સહિત પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આટલા દિવસોથી ચાલતી કડક સુરક્ષા વચ્ચે પણ બેનરો કોણ લગાવી ગયા તે એક તપાસનો વિષય બની રહ્યો છે.
    
કંડલામાં વિવિધ પ્રોજેકટ અને ભચાઉમાં નર્મદા નહેરના લોકાર્પણ પ્રસંગે કચ્છ આવી રહેલા વડાપ્રધાનની એક દિવસીય મુલાકાતને પગલે છેલ્લા એક દિવસથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખુદ એસપીજીએ પણ નિરીક્ષણ કર્યુ છે અને છેલ્લા બે દિવસથી રાજયભરના પોલીસ અધિકારીઓના કચ્છમાં ધામા છે. જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર પણ સર્તક હોવા છતા રવિવારની રાત્રિએ ભચાઉ નજીક કોઈ નલિયાકાંડને લગતા બેનર લગાડાતા દોડધામ મચી જવા પામી હતી.

ગત મોડી રાત્રિના લોધેશ્વરથી રાપરના માર્ગે નલિયાકાંડના બેનરો લગાવાયા હતા જેમાં આ પ્રકારે ઉલ્લેખ કરાયો હતો. 'આશા રાખીએ કે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતા પ્રધાનમંત્રી જી નલિયાકાંડ વિશે પણ બોલશે' જો કે આ બેનરોની જાણ થતા જ પોલીસે બેનરો ઉતરાવી દીધા હતા પરંતુ એક તબકકે દોડધામ મચી જવા પામી હતી. બેનરોમાં કોઈ વ્યકિત, સંસ્થા કે કોઈનું નામ પણ લખેલુ ન હતુ. જેથી પોલીસ માટે પણ આ બેનરો કોયડો બની રહ્યા છે પરંતુ આ બેનરો કોને ત્યાં છાપવામાં આવ્યા હશે તેવી શંકા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારનું પરાક્રમ આયોજનબધ્ધ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. નવાઈની વાત એ છે કે પીએમના આગમનને લઈને છેલ્લા ૨૪ કલાકથી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હોવા છતા પણ સુરક્ષા તંત્રોની આંખમાં ધુળ નાખવામાં આવી છે.

Post Comments