Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર અમેરિકામાં જોવા મળતુ રકુન ગાંધીધામમાંથી મળી આવ્યું !

- હજારો કીમી દૂર આ જાનવર અહી કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય

- જાનવરને જીવદયા પ્રેમીઓએ અંજાર ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો : ડીએફઓને પણ જાણ કરાઈ

ગાંધીધામ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

પચરંગી ગાંધીધામ શહેરને આમ તો વન્ય જીવજંતુથી કઈ લાગતુ-વળગતુ નથી. પરંતુ શુક્રવારે અકે આશ્ચર્ય જનક ઘટનામાં ઉત્તર અમેરીકામાં જોવા મળતુ એક રકુન નામનુ પ્રાણી ગાંધીધામમાંથી મળી આવ્યું હતું. આ પ્રાણીને અહી કોણ લઈ આવ્યુ આૃથવા  કેવી રીતે આવ્યું તે અંગે સામાન્ય નાગરીકોની સાથે જંગલ ખાતાના અિધકારીઓ પણ મુંજવણમાં મુકાયા છે. હાલ આ પ્રાણીની જાણકારી મેળવી તેની ખાન-પાનની વ્યવસૃથા જંગલખાતા દ્વારા કારવામાં આવી રહી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામમાં જીવદયા અને ગૌશાળા સાથે સંકળાયેલા રતિલાલ પરમારને આ જાનવર અંગે જાણ કરવામાં આવી હતી. શહેરના સેક્ટર-૫માંથી આ જાનવર મળી આવ્યા બાદ પશુચિકિત્સકને જાણ કરવામાં આવી હતી. પશુચિકિત્સકે રતિલાલભાઈને જાણ કરી હતી. ઈન્ટરનેટમાંથી સંશોધન કરી આ જાનવર હાલ ઉત્તર અમેરિકામાં જોવા મળતુ રકુન હોય તેવું હાલ લાગી રહ્યું છે.

જાનવર અંગે કોઈ જાણકારી ન હોવાથી તેને જંગલખાતાને સોપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે અંજારના આરએફઓ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ જાનવર અંગે ડીએફઓને જાણ કરવામાં આવી છે. તેની ખાન-પાન અને રહેણી-કરણીની વિગતો મેળવાઈ રહી છે. હાલ તો તેને અખરોટ દેવામાં આવ્યા છે. જે તેને ખાધા હતા. તેથી તે શાહકારી અને માંસાહારી બન્ને હોવાની શક્યતા છે. જિલ્લાના અિધકારીઓની સુચના બાદ આ જાનવરને ક્યાં મોકલવું તે નક્કી કરવામા આવશે.

ટીમ્બરના લાકડા ભેગું આવી ગયું ?
ગાંધીધામ,તા.૧૦
આ પ્રાણી ઝાડની બખોલામાં રહે છે. તેવામાં કંડલા-મુંન્દ્રામાં મોટી માત્રામાં ટીમ્બરની આયાત થાય છે. સંભવત આ લાકડામાંજ પ્રાણી અહી સુધી પહોંચી આવ્યું હોય. પરંતુ તે ગાંધીધામના સેક્ટર વિસ્તાર સુધી પહોંચી આવતા અનેક અટકળો ઉભી થઈ છે.

Post Comments