Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંદરાનીબહુચર્ચિત ગટર યોજનામાં આજ સુધી ૧૪ કરોડથી વધુ ખર્ચ છતાં પરિણામ શુન્ય

- ગ્રામ પંચાયત સદસ્યે આર.ટી.આઈ હેઠળ કરેલી અરજીમાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની કબુલાત

મુંદરા,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મુંદરા શહેરમાં રૃરલ ડેવલોપ ઓથોરીથી હેઠળ ગટર યોજનાનું વર્ષ ૨૦૧૩ માં કામ શરૃ કરવામાં આવ્યું હતું. આ સમયે મોટા પાયે  ખાતમુર્હત કરી ૧૪ કરોડના ખર્ચે ગટરલાઈનનું કામ નિયમાનુસાર મર્યાદિત સમયમાં પુર્ણ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ આજ સુધી  કામ ફાઈનલ થયું નથી, તેની કબુલાત જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલન  ઈજનેર દ્વારા કરવામાં આવી છે.

તા. ૨૩-૮-૨૦૧૩થી કામ શરૃ કરવામાં આવેલા અને એક વર્ષની મર્યાદામાં કામ પુર્ણ કરવાની શરતો નું પાલન  સુપર કન્સ્ટ્રક્શન દ્વારા થવાનું તો દુર રહ્યું ,પરંતુ  ચાર વર્ષ સુધી કામ  જ ફાઈનલ થયું નથી . નવાઈ એ વાતની છે કે,૧૪ કરોડ રૃપીયાતો ગટરકામ યોજના પેટે ચુકવણી થઈ ગઈ છે અને  યોજના પાછળ ખર્ચ થઈ ગયો  છે. જિલ્લા પંચાયતના સદસ્ય ભરત પાતારીયા દ્વારા નવેમ્બર-૨૦૧૭માં રાઈટ ટુ ઈન્ફરમેશન હેઠળ મંાગેલી માહિતીમાં વર્ષ ૨૦૧૩માં શરૃ થયેલા ગટર કામ માટે કેટલા  રૃપીયા મંજુર કરવામાં આવ્યા છે અને કેટલા  રૃા.નો  ખર્ચ આજ સુધી  કરી નાખવામાં આવ્યો છેતેની  માહિતી ઉપરાંત મુંદરા શહેર ગટર  યોજનાનું કામ પુર્ણ થયેલું છે કે કેમ તેની સામે કાર્યપાલક ઈજનેર  દ્વારા  લેખીત જવાબમાં જણાવ્યું હતું  કે,આ યોજનામાં આજ સુધી રૃા.૧૪૧૬.૬૦ લાખ(૧૪ કરોડ થી વધું)નો  ખર્ચ થયેલો છેઅને આજ સુધી કામ ફાઈનલ થયેલું નથી . આમ નિયમનુસાર કામ પુર્ણ ન થવા છતાં કોંન્ટ્રાક્ટ કંપનીને ક્યાં  કારણોસર માતબર રકમની ચુકવણી થઈ તે તપાસનો મુદો બન્યો છે. આ કામમાં ભ્રષ્ટાચાર મોટેપાયે થયાની પણ શંકા સેવાઈ રહી છે.

Post Comments