Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં ગરીબ કલ્યાણ મેળાના નામે માત્ર સરકારની વાહ વાહ

- ૯૮૫ લાભાર્થીઓને રૃ.૧.૧૪ કરોડની સહાયનો દાવો

ભુજ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ભુજના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૯૮૫ લાભાર્થીને ૧.૧૪ કરોડની સહાય અપાઈ હતી. આ વેળાએ પદાધિકારીઓએ વિકાસના નામે પક્ષની વાહ વાહી જ કરી હતી.

આ પ્રસંગે સંસદીય સચિવ અને પદાધિકારીઓના હસ્તે આજના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૯૮૫ લાભાર્થીઓને સિલાઈ મશીન, દુધ-દહીં વેંચાણ કીટ, રસોઈ કામ, પાપડ ઉદ્યોગ, નિધુમ ચુલા, દિવ્યાંગ માટે રોલેટર કીટ, સ્ટીક તેમજ વિવિધ યોજનાની સહાય  અને સ્વસહાય જુથને કેશક્રેડિટની ફાળવણીની રૃ. ૮,૦૫,૫૦૦ રકમ સાથે ગરીબ મેળા અંતર્ગત રૃ.૧.૧૪ કરોડની લાભાર્થીઓને વિવિધ સહાય અપાઈ હોવાનું જણાવાયુ હતુ.

આ અવસરે કચ્છ મોરબીના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના અધ્યક્ષાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગરીબ મેળાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભે જિલ્લા કલેક્ટરે વચેટિયાઓને દુર કરવાનો અભિગમ સમજાવ્યો હતો. જો કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાના નામે પક્ષની વાહ વાહી જ કરી હતી.

Post Comments