Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી ચુંટણીના પ્રચાર પડઘમ બંધ: હવે ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર

- કચ્છમાં છ બેઠકો પર ચુંટણી લડતા ૮૦ ઉમેદવારો

- શુક્રવારની રાત ઉમેદવારો માટે કતલની રાત: મતદારોને આકર્ષવા ઉમેદવારો નાણાની કોથળીઓ ખુલી મુકશે  

ભુજ,બુધવાર તા. 06 ડિસેમ્બર 2017

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર શનિવારે ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કચ્છમાં ૬ બેઠકો માટે મતદાન કરાશેે. આવતીકાલે ગુરૃવારે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઈ જશે. ગુજરાતમાં ઓખી વાવાઝોડાની આગાહીના પગલે વાતાવરણમાં પલટાવો આવતા પ્રચાર-પ્રસારને અસર પહોંચી હતી જો કે કચ્છમાં માત્ર ધુપ-છાંવનો માહોલ રહ્યો હોઈ અહિં ભાજપ-કોંગ્રેસ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે પ્રચાર બંધ થશે જેથી છેલ્લા બે દિવસ ઉમેદવારો લડી લેશે.

કચ્છમાં છ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ, અપક્ષ તેમજ અન્ય  રાજકીય પક્ષના મળી ૮૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે.૧૮૦૩ બુથો પર મતદાન યોજાનાર છે ત્યારે આવતીકાલે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઈ જશે ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૃ થશે. શનિવારે મતદાન યોજાશે એટલે શુક્રવારની રાત ઉમેદવારો માટે કતલની રાત ગણાશે. એ રાત્રે રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રણનિતી કામે લગાડશે. મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો નાણાની કોથળીઓ ખુલે તો પણ નવાઈ નહીં. ચુંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચુંટણી શાખાના જવાબદારો અને પોલીસ વિભાગે પણ તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે.

તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Post Comments