Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માંડવીમાં ૨૫ ફુટ લાંબા પતંગ વડે નો હોર્ન પ્લીઝ સંદેશ આપશે

- ઉતરાયણના દિવસે આકાશમાં ઉડશે સૌથી મોટી પતગ

- દરબારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જમ્બો પતંગ કરાયો તૈયાર

માંડવી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

મકરસંક્રાતી પર્વ અંતર્ગત ધ્વનિ પ્રદુષણ અટકાવવા નો હોર્ન પ્લીઝનો સંદેશ આપવા અહીંની દરબારી શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા જમ્બો પતંગ ઉડાડીને લોકોને જાગૃત કરવામાં આવશે. બિનજરૃરી હોર્ન વાગતાં અટકાવવાની અનોખી પહેલ અંતર્ગત માંડવીની તાલુકા ગુ્રપ પ્રાથમિક શાળા નં.૧(દરબારી શાળા)ના વિદ્યાર્થીઓએ મકરસંક્રાતિ પર્વ અનુસંધાને શાળામાં પતંગ સુત્રલેખન સ્પર્ધામાં અવ્વલ નંબરે આવી હતી.

વિદ્યાર્થીઓને એક દાતા તરફથી  મળેલા ઈનામ વિતરણ પ્રસંગે શાળાના આચાર્ય આઈ.જે. ગણાત્રાએ જણાવ્યુ હતું કે, શાળાનાં શિક્ષકો અને શિક્ષીકાઓ, વિદ્યાર્થીઓના સાથ સહકારથી ૨૫ ફુટ લાંબો નો હોર્ન પ્લીઝના સંદેશ સાથેનાં પતંગને ઉતરાયણના દિવસે ઉંચે આકાશમાં ચગાવવામાં આવશે. ટ્રાફિક પોલીસ ધીરજ ગોસ્વામીએ કહ્યુ કે, હોર્ન વધુ પડતાં અવાજને કારણે માનસિક તનાવ ઉભો થાય છે. માનવીની શ્રવણશક્તિ પર અસર થાય છે. હોર્ન એ મનોરંજન નહી પરંતુ જરૃરીયાત છે.

Post Comments