Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયા દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીની જામીન અરજી રદ્

ભુજ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

રાજયભરમાં ચકચાર મચાવનારા નલિયા સામુહિક દુષ્કર્મકાંડમાં એક પછી એક આરોપીઓની જામીન અરજી છેલ્લા થોડા મહિનાઓથી ફગાવાઈ રહી છે. ત્યારે આ નલિયા દુષ્કર્મકાંડના મુખ્ય આરોપી શાંતિલાલની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે.

નલિયા સામુહિક દુષ્કર્મકાંડના મુખ્ય આરોપી એવા શાંતિલાલ દેવજી સોલંકીની જામીન અરજી અધિક સેસન્સ જજ એ.આઈ.રાવલ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં સરકાર તરફે એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

આ કેસમાં આઠ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાવા પામ્યો હતો જેમાં તાજેતરમાં પણ ગાંધીધામના નગરસેવકની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. આમ, નલિયાકાંડના પ્રકરણમાં જેમની સામે સંડોવણીની ફરિયાદ નોંધાવા પામી છે તેવા આરોપીઓના જામીન ફગાવાઈ રહી છે.

Post Comments