Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાપરમાં પાણીની પાઈપલાઈન તૂટતા લાખો લિટર પાણીનો વેડફાટ

- છેલ્લા અઠવાડિયાથી નર્મદાનું પાણી બંધ છે ત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ

ભુજ,તા.20 માર્ચ 2017 સોમવાર

નર્મદા કેનાલમાં સમારકામઆર્થે પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે પાણીની કટોકટીની આશંકા વચ્ચે રાપર શહેરમાં પાણીની લાઈન તૂટી જતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય લાઈનમાંથી ત્રણેક કલાક પાણી વહેતા બજારમાં ભરઉનાળે નદી વહી નીકળી હતી.

આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં દેના બેંક પાસેથી પસાર થતી પાલિકાની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડયું હતું. બજારમાં સતત પાણી વહેતા નાગરિકોએ પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમનો ફોન સતત 'નો રિપ્લાય' જ આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

નર્મદાનું પાણી બંધ થતા એક તરફ જિલ્લા કલેક્ટર તથા અન્ય અિધકારીઓ દ્વારા બેઠક કરીને પાણીના કરકસરપૂર્ણ ઉપયોગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાલિકાની બેદરકારીથી સમયસર પાઈપલાઈનનું સમારકામ ન થતા મહામૂલા પાણીનો વેડફાટ થયો છે. આ અંગે તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે.

Post Comments