Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયામાં પંચાયતના વાંકે રખડતા ઢોરોને ઢોર માર મારતા લારીધારકો

-ગામમાં હદ વટાવતી રખડતા ઢોરોની સમસ્યા

નલિયા,તા.11 મે 2017, ગુરૂવાર

સમગ્ર કચ્છભરની સાથે અબડાસાના નલિયા મુકામે પણ રખડતા ઢોરોનો ત્રાસ વકર્યો છે. ગ્રામ પંચાયત દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી લારી ધારકો દ્વારા ગાય-આખલાઓને ઢોર મારવામાં આવે છે. તો રખડતા ઢોરો રાહદારીઓને અવારનવાર ઈજાઓ પહોંચાડતા હોવાથી નલિયાના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવામાં આવે અને ઢોર માલિકોને ચેતવણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

નલિયાના બસ સ્ટેશન રોડ, મેઈન બજાર ચોક, નહેરૃ રોડ, તળાવ શેરી, હવેલી ફળિયો, ઘોડા સર્કલ, ગ્રામ પંચાયત ચોક સહિતના વિસ્તારોમાં ગાય, આખલાઓ સહિતના પશુઓ રખડતા હોવાથી રાહદારીઓ અવારનવાર હડફેટે ચડતા હોય છે. નલિયાના પશુ માલિકો દ્વારા ઢોરોને છોડી મુકવામાં આવતા હોવાથી ઠેર ઠેર રખડતા ઢોરો નુકશાન નોતરતા હોય છે. તો શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા આ ઢોરોને બેરહેમથી માર મારવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરોને પકડવાની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ઢોર માલિકો સામે પણ લાલ આંખ કરવામાં આવતી ન હોવાથી દિન પ્રતિદીન નલિયામાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જાય છે.

નલિયામાં અવારનવાર મહિલાઓ પણ રખડતા ઢોરોની હડફેટે આવી જતા સામાન્ય ઈજાઓનો ભોગ બને છે. ત્યારે કોઈ દુઘર્ટના થાય તે પહેલા પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Post Comments