Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં કિડની સંબંધિત રોગો અંગે લોકોમાં જાગૃતિનો અભાવ

- જિલ્લામાં એક હજારથી વધારે ડાયાલિસીસના દર્દિઓ હોવાનો અંદાજ

- લોકોમાં જાગૃતિ વધારવા આઠમી માર્ચે વિશ્વ કિડની દિવસ ઉજવાય છે

ગાંધીધામ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

દેશની સાથે કચ્છમાં પણ લોકોમાં અન્ય ગંભીર બીમારીની સરખામણીએ કિડની સંબંધીત બીમારી અંગે જાગૃતિ ઓછી હોવાનું વિશ્વ કિડની દિવસના ભાગરૃપેગાંધીધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તબીબે જણાવ્યું હતું. કચ્છમાં અંદાજે એક હજારથી વધુ ડાયાલિસીસના દર્દિઓ હોવાનું જણાવાયું હતું.

ગાંધીધામ સિૃથત સ્ટરલીંગ રામ કૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.માધવ તમહાનકરે જણાવ્યું હતું કે, કિડની સંબંધીત રોગો અંગે જાગૃતિ વધે તે હેતુથી વર્લ્ડ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. શરીરમાં હ્યદય, ફેફસા, મગજ જેવા અંગોની સાથે  કિડની પણ મહત્વપૂર્ણ  છે. જે લોહીના ફિલ્ટરનું કામ કરે છે. તેની યોગ્ય સંભાળ રાખવાથી રોગોથી બચી શકાય છે. ગાંધીધામ ખાતે હાલમાં દર મહીને ૫૦૦ જેટલા ડાયાલિસીસ કરવામાં આવી રહ્યા છે. જોકે કચ્છમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા હજુ કોઈ હોસ્પિટલમાં ઉપલબૃધ નથી. સોનોગ્રાફી, યુરીન ટેસ્ટ અને ક્રીયાટીન ટેસ્ટથી કિડનીના રોગો અંગે જાણી શકાય છે. અનેક વખત ફેમેલી ડોક્ટરો પણ પોતાના દર્દીઓને પરિક્ષણ અંગે જાણકારી આપતા નથી. જેના કારણે રોગને આરંભમાં જ રોકવામાં નિષ્ફળતા મળે છે.પેઈન કીલર દવા પણ કિડની પર ખરાબ અસર કરે છે. જે દર્દીઓને સુગર, બ્લડ પ્રેશર, પથરી આૃથવા પરિવારમાં કોઈને કિડનીની બીમારી હોય તેઓને તપાસ કરાવી લેવી હિતવાહક છે. કિડનીને તંદુરસ્ત રાખવા પાણી વધારે પીવું જોઈએ, સ્મોકીંગ બંધ કરી દેવું જોઈએ તથા સુગર કંટ્રોલ કરવું જોઈએ.

Post Comments