Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં આજે બપોરના ૧૨.૫૧ મિનિટે એક મિનિટ પડછાયો ગાયબ થશે

- નલિયા-ભચાઉમાં કાલે અને નખત્રાણામાં ૧૬ જૂને આવું બનશે : વીજ પોલ, દિવાલ વગેરે જેવી જમીન ઉપર સીધી ઉભેલી વસ્તુઓનો પડછાયો નહીં દેખાય

ભુજ, તા.૧૨  જૂન 2018, મંગળવાર

આ ખગોળીય ચમત્કૃતિ સુર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે ૧૨ વાગ્યે સુર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી. આ બાબતે માહિતી આપતાં કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખના જણાવ્યા મુજબ, પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સુર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્ક વૃત અને મકર વૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા તુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે.

 કચ્છમાં કર્ક વૃત પસાર થતો હોઈ સુર્ય જ્યારે કર્ક વૃત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટુંકામાં ટુંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સુર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનિક મદ્યાહ્ને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે.

ભુજમાં ૧૩મી જુનના બપોરે ૧૨.૫૧ કલાકે, નલિયા, ભચાઉ ૧૪ જુનના જ્યારે નખત્રાણામાં ૧૬ જુનના આ ઘટના બનશે. આ ઘટનાનું નિરિક્ષણ કરવા સ્થાનિક મધ્યાહ્ને ટટ્ટાર ઉભી રહેલી વ્યક્તિ, વિજળીના કે વોલીબોલ ના થાંભલા કે ઉંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી.

ખગોળીય ઘટનાઓ દ્વારા આ ક્ષેત્રના જાણકારો, શિક્ષકો વિધ્યાર્થીઓને પૃથ્વીનું પરિભ્રમણ, અક્ષાંસ, રેખાંશ, તુઓ વગેરે બાબતની જાણકારી આપી તેમના જ્ઞાાનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ પ્રયોગ બપોરનો સુર્ય પ્રકાશ જ્યાં આવતો હોય ત્યાં કરવાનો છે.

ખુલ્લા મેદાન અથવા અગાસી કે પાકા ફ્લોર ઉપર આ પ્રયોગ થઈ શકે. પ્રયોગ માટે કોઈ પણ વસ્તુ જેમકે બોટલ, ડબ્બો, લાકડી, જેની બધી બાજુઓ સીધી હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. પોતાના સ્થળના અક્ષાંસ અને રેખાંશ ઉપરથી મળી શકશે. નિશ્ચિત સમયથી એક કલાક કે અડધા કલાક પહેલાં નિરિક્ષણ શરૃ કરવું જોઈએ. ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર જેવા સ્થળોએ સુર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.

Post Comments