Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હરામીનાળામાંથી ૬ પાકિસ્તાની બોટ સાથે પાંચ ઘુસણખોર પકડી પડાયા

- બીએસએફ દ્વારા ૨૦ થી ૨૫ બોટ સાથે સર્ચ ઓપરેશન જારી

- રાત્રે ૫ બોટ અને ૩ પાકિસ્તાની પકડાયા બાદ બપોર વધુ એક બોટ સાથે ૨ હાથ લાગ્યા

ભુજ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજયમાં આંતકવાદીઓ કોઈ ભાંગફોડ કરે તેવી શકયતા વચ્ચે  સરહદ પર સુરક્ષા એજન્સીઓને પહેલાથી જ એલર્ટ કરી દેવાઈ  છે ત્યારે આજે બીએસએફની વોટરવીંગ દ્વારા હરામીનાળા વિસ્તારમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ૬ બોટ સાથે ૫ પાકિસ્તાની ઘુસણખોર પકડી લેવાયા હતા.

આ અંગે મળતી વિગત મુજબ ૨૫ થી ૩૦ બોટના કાફલા સાથે સુરક્ષા એજન્સીએ સમગ્ર હરામીનાળા વિસ્તારને આવરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન   બીએસએફ દ્વારા પાંચ પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી હતી .જેમાં ૩  ઘુસણખોર પણ હાથ લાગ્યા હતા ,જોકેે તમામ વ્યકિતઓ માછીમારો હોવાનો દાવો સુરક્ષા એજન્સીએ કર્યો હતો.

બીજીતરફ ઓપરેશન દરમિયાન બપોરના વધુ એક ૧ બોટ તથા ૨ ઘુસણખોર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે ડીઆઈજી ઈન્દરકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, હાથલાગેલી બોટ તથા પકડાયેલા પાકિસ્તાની નાગરીકો માછીમાર હોવાનું પ્રાથમિક દષ્ટિએ તપાસમાં માલુમ પડયું છે, વધુ વિગતો આગળની તપાસમાં જાણવા મળશે.

Post Comments