Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં વિશ્વ મહિલા દિનની કરાઈ ઉત્સાહભેર ઉજવણી

- ભુજમાં સામાન્ય મહિલાઓમાં છુપાયેલી પ્રતીભાઓને ઉજાગર કરી કરાયું બહુમાન: શ્રમજીવી મહિલાઓને અપાઈ સાડી

ભુજ, તા.૮ માર્ચ 2018, ગુરુવાર

કચ્છભરમાં વિશ્વ મહિલા દિવસની આસૃથાભેર ઉજવણી કરવામાં આવી હતી. તો ભુજ, રાપર, માંડવી, અંજાર, નખત્રાણા, દયાપર, ભચાઉ, મુંદરા, નલિયા, ગાંધીધામ, આદિપુર સહીતના સૃથાનોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો મહિલાઓને સાડી વિતરણ, વકતૃત્વ સ્પર્ધા, સેમીનાર સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

 ભુજમાં લાયોનેશ ક્લબ દ્વારા પંચાયતી શાળા નં. ૨૪માં મહિલા સશક્તિકરણ સેમીનાર યોજવામા આવ્યો હતો. સામાન્યસ્તરમાં રહેતી મહિલાઓમા છુપાયેલી પ્રતિભાઓને ઉજાગર કરી તેઓનુ સન્માન કરાયું હતુ. પ્રાસંગિક ઉદબોધનમા પ્રમુખ રક્ષા ગણાત્રાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર વિશ્વમાં નારી સશક્તિકરણનો પવન ફુકાઈ રહ્યો છે ત્યારે તેના ફળ સ્વરૃપે કેટલાક રુઢીચુસ્ત દેશોએ પણ નારીઓને તેના મૂળભુત અિધકારો આપવા પડયા છે. નારીઓએ પણ પોતાના અિધકારો માટે જાગૃત થવુ પડશે અને તેના માટે સર્વે મહિલાઓએ શિક્ષણ લેવુ જરૃરી છે. સમાજમા વિશિ કામગીરી  કરનાર મહિલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ. જીજ્ઞાાબેન ગોરેે એક બાળકનુ અસામાજીક તત્વો દ્વારા થતુ અપહરણ અટકાવી બાળકને માબાપથી વિખુટૂ પડતા બચાવ્યુ હતુ એટલુ જ નહી પણ સમયસર પોલીસને જાણ કરતા બીજા દસ બાળકો પણ તેના થકી બચી ગયા હતા.શાંતાબેન જોગીની આથક રીતે સધૃધર ન હોવા છતા મહિલાઓ માટે નિશુલ્ક શિવણ ક્લાસિસ ચલાવે છે. બિન્દુબેન વિર્શ્વકર્માએ બીજાની સારવાર કરાવવા માટે ગરીબ હોવા છતા પોતાના દાગીના વહેચીને પડોશી મહિલાની જીંદગી બચાવવા મદદ કરી હતી. અમ, અન્યોને મદદરૃપ થનારી મહિલાઓનું વિશેષ સન્માન કરાયું છે. માનવજયોત સંસૃથા ભુજ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરીત કરવામાં આવી હતી. મફત કાનુની સેવાઓની માહીતી આપવામાં આવી હતી.

રાપરમાં સરસ્વતી કન્યા વિદ્યાલયમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તો મહિલા દિનનું મહત્વની સમજ આગેવાનોએ આપી હતી.

Post Comments