Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજ પાલીકાએ ૨૫ ટ્રેકટરો ભાડે રાખીને ૯૦ લાખના ખર્ચ છતાં ગંદકી ઠેરની ઠેર

- ભુજવાસીઓએ આપેલી સત્તાનો ભાજપે કર્યો દુરઉપયોગ : વિપક્ષ

- આટલામાં ૨૫ નવા ટ્રેકટરો આવી જાય તેમ છતાં કટકી મેળવવા તથા લાગતાવળગતાને ફાયદો કરાવવા કચરા ઉપાડવાનો અપાયો છે ઠેકો

-  ૨૦૧૭-૧૮ સુધી દર માસના રૃ.૭.૫૦ લાખ લેખેના ચુકવણા કચરા ઉપાડવા બદલ કરાયા છે

ભુજ, તા.૮ માર્ચ 2018, ગુરુવાર

ભુજપાલિકાના અિધકારી - પદાિધકારીઓ લોકો કોઈ કામ કરવાની રજુઆત કરે તો નબળી આિર્થક સિૃથતીની વાતો કરેી લોકોને પાછા મોકલી દે છે બીજીતરફ જે કામ થતા નથી તેની પાછળ લાખોના ખર્ચ બતાવીને તિજોરીને સાફ કરવામાં આવી રહી છે. જેમાં ગત બજેટમાં પાસ કરાયેલો ૨૫ ટ્રેકટર ભાડે રાખવા દર માસે ૭.૫૦ લાખ ચુકવવાનો મુદો હાલે શહેરની ગંદી હાલત જોઈને ઉઠયો છે.

માર્ચ ૨૦૧૭ થી માર્ચ ૧૮ સુધી ૨૫ ટ્રેકટરો ભાડે લઈને વર્ષે ૯૦ રૃપીયાનો ખર્ચ ભુજપાલિકા હેઠળ કરાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ભુજપાલિકાએ આ મામલે સર્વાનુમતે ઠરાવ કરીને ગત વર્ષે આૃધધધ રકમની મંજુરી મેળવી હતી . જોકે આખા વર્ષ દરમિયાન શહેરમાં એક પણ સૃથાનોથી નિયમિત કચરા ઉપાડીને સ્વચ્છતા રખાઈ  હોવાનું જોવા મળ્યું નથી, માર્ચ મહિનો હકી બાકી છે ત્યારે હજીપણ કોન્ટ્રાકટરની બેદરકારીભરી કામગીરી ભુજમાં લટાર મારતા આંખે ચડે છે. બસ સ્ટેશન જેવા જાહેર માર્ગોથી લઈને આંતરીક રસ્તાઓ પર જાહેરમાં કચરાના ઢગલા નજરે પડે છે. જે સાબિત કરે છે ભાડે રખાયેલા ટ્રેકટરો પૈકી ૯૦ ટકા ગાડીઓ માત્ર કાગળ પર જ ચાલી છે. આ સિૃથતી આખુ વર્ષ જોવા મળી છે આમછતાં પાલિકાના નગરપતિ તથા જે તે અિધકારીઓ દ્વારા બિલો પાસ કરાતા આવ્યા છે. આ મામલે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, આ કોન્ટ્રાકટ પણ પડદા પાછળ ભાજપના સભ્યોનો છે . એક ટ્રેકટરને રોજ રૃ.૧૦૦૦નું ભાડું  ચુકવવામાં આવ્યું છે જેમાં માસીક રૃ. ૭.૫૦ લાખના ચુકવણા લાગતા વળગતા લોકોને કરાયા છે.

 જાગૃતોએ જણાવ્યું હતું કે, ૯૦ લાખમાં નવા ટ્રેકટર ખરીદાય તો બે વર્ષમાં ૨૫ ટ્રેકટરની માલિક સુધરાઈ થઈ શકે અને મોટી સંખ્યામાં રૃપીયાની બચત થાય. આ ટ્રેકટરો આવનારા વર્ષોમાં ભાડાના નામે કરાતા કરોડોના બિલો બચાવી આપે .જો પાલિકાના પોતાના ટ્રેકટર હોય તો ૨૫ ડ્રાઈવરોના લધુત્તમ વેતન મુજબ રૃ.૯૧૧૭ પગાર ગણીએ તો પણ માસિક રૃ૨.૨૭ લાખનો જ ખર્ચ આવે અને વાર્ષિક  ૨૭ લાખ જેટલો ખર્ચ થાય, આમ ભુજના હિતમાં આયોજન કરવાના બદલે ખાડામાં ઉતારવાનું ષડયંત્ર ભુજસુધરાઈના સત્તાધીશો કરાઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
 

Post Comments