Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજનો ક્રિકેટર અંડર ૧૭ સ્કુલ ગેમ્સ માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો

ભુજ, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018

મૂળ ભુજ-કચ્છના અને હાલે રાજકોટની ઈનોવેટિવ સ્કુલમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી ક્રિકેટર વત્સલ અનિલ જોશીએ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજીત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત વતી સુંદર પ્રદર્શન કરતા હવે તે આગામી સ્કુલ ગેમ્સની અંડર ૧૭ની સ્પર્ધા માટે ભારતની ટીમમાં નામાંકિત થયો છે.

 ૧૪ જાન્યુઆરી બાદ આયોજીત આ સ્પર્ધા માટે નામાંકિત થયેલો ગુજરાતનો એકમાત્ર બેટસમેન છે. જે માટે ૪૦ ખેલાડીઓનો એક કોચિંગ કેમ્પ યોજાશે અને તેમાં સારૃ પ્રદર્શન રહેશે તો વત્સલ રાષ્ટ્રીય ટીમમાં પ્રતિનિધિત્વ કરશે. અલબત ગુજરાતમાંથી દીપની પણ પસંદગી થઈ છે. અગાઉ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ ખાતે રમાતી ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયની ટીમમાંથી ઓપનીંગ ડાબોડી બેટસમેન વત્સલ જોશી મુંબઈના ઓવલ ગ્રાઉન્ડ પર પં.બંગાળ સામે છવાઈ ગયો હતો. ગુજરાતે પહેલા વત્સલના ધુંઆધાર ૭૭ રન(૫૦ બોલમાં), ૨૦ ઓવરમાં ૧૭૦ રન ખડકી દીધા હતા. વત્સલે ૨૦મી ઓવર સુધી ક્રીઝ પર ટકીને એક છેડો સાચવી રાખ્યો હતો. સામે છેડે એક પછી એક સાત વિકેટ પડી હતી. જેમાં શાનદાર ૯ ચોગ્ગા માર્યા હતા. જેના જવાબમાં બંગાળની ટીમે ૭૩ રન કરી શકી હતી. ગુજરાત કોચ મહીપાલસિંહ જેઠવાએ ટીમને બિરદાવી હતી.

Post Comments