Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંયરા ખાતે 'પાક પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો'

- ભવિષ્યમાં આવનાર પેઢીને ખેતી આધુનિક પધ્ધતિથી કરવા આહ્વાન

- કૃષિ ઓજાર, જંતુનાશક દવા, ખાતર, બિયારણ વિગેરેને લગતા ૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ નિદર્શન માટે રાખવામાં

ભુજ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

નખત્રાણા તાલુકાના ભીખુ ઋષિ આશ્રમ, સાંયરા મુકામે નાયબ ખેતી નિયામક(તાલીમ)ની કચેરી, ખેડુત તાલીમ કેન્દ્ર, ભુજ તથા આત્મા-કચ્છ દ્વારા પાક પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુખ્યત્વે ખેડુતોને આધુનિક યુગમાં સચોટ ખેતી અંગે માર્ગદર્શન અપાયુ હતુ. કૃષિ ઓજાર, જંતુનાશક દવા, ખાતર, બિયારણ વિગેરેને લગતા ૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ નિદર્શન માટે રાખવામાં આવ્યા હતા. અને સજીવ ખેતી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીએ ખેડુતોને સજીવ ખેતી માટે ખાસ પ્રોત્સાહન આપ્યુ હતુ તેમજ ખુબ જ સરળ ભાષામાં ખેતીનું મહત્વ સમજાવ્યુ હતુ અને ભવિષ્યમાં આવનાર પેઢીને ખેતી આધુનિક પધ્ધતિથી કરવા આહ્વાન કર્યુ હતુ.

જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ બહેનોને પણ આ ખેતી પધ્ધતિમાં સક્રિય રીતે જોડાવા આહ્વાન કર્યુ હતુ. ખેતીવાડી વિભાગના સંયુકત ખેતી નિયામક(વિસ્તરણ) રાજકોટએ ખાસ હાજરી આપી ખેડુતોને દાડમની ખેતીમાં જમીન અને પિયતના પાણીના પૃથ્થકરણ કરાવવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વૈજ્ઞાાનિકોએ બાગાયતી ખેતી ૫ધ્ધતિ અંગે અને ઉત્પાદનોના બજાર માટે ખાસ મુલ્ય વર્ધન ઉપર ભાર મુકયો હતો. વધુમાં આ કાર્યક્રમમાં ખેડુતોને ખેતીલક્ષી જમીન સ્વાસ્થય, પર્યાવરણની જાળવણી અને સજીવ ખેતી માટે ખુબ જ ઉંડાણપૂર્વક સમજણ આપી હતી.  

આ સમગ્ર કાર્યક્રમમાં નખત્રાણા, લખપત, અબડાસા અને માંડવી તાલુકાઓમાંથી અંદાજે ૧૦૦૦થી વધુ ખેડુતોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ.

Post Comments