Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભચાઉ પાસે તેલ ચોરીના અડ્ડા પર પોલીસ ત્રાટકી : મુખ્ય તેલ ચોર ન મળ્યો !

- ટેસ્ટ મોનીટરીંગ સેલના પત્ર બાદ આખરે સ્થાનીક પોલીસ જોગી

- ચોરાઉ મનાતો ૪૭૦ લિટર તેલ કબ્જે કરાયો : એમ મજૂરની પણની પણ ધરપડક

ગાંધીધામ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

પૂર્વ કચ્છમાં હાઈવે પર ઠેકઠેકાણે ઓઈલ ચોરીના હાટડા ધમધમી રહ્યા છે. ત્યારે સૃથાનીક પોલીસ હાથ પર હાથ રાખીને બેઠી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલમાંથી પત્ર આવતા આખરે સૃથાનીક પોલીસ જાગી છે. અંજારના વરસાણાથી ભચાઉના ચીરઈ વચ્ચે પોલીસે ચોરાઉ મનાતો ઓઈલના જથૃથા સાથે એકને પકડી પાડયો હતો. જોકે મુખ્ય આરોપી હાથ લાગ્યો ન હતોે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વરસાણાથી ચીરઈ વચ્ચે ભરત ડાંગર નામનો શખ્સ ઓઈલ ચોરીનો ધંધો કરે છે તેવી બાતમી ધરાવતો  પત્ર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફેક્સથી આવ્યો હતો. આ સુચનાને પગલે ભચાઉ પોલીસે નાની ચીરઈ કબીર મંદિર સામે ભગીરથ હોટલ પાછળ આવેલા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પામઓઈલ ૧૪૦ લિટર તથા દીવેલ ૩૩૦ લિટર મળી કુલ રૃા.૯૪૦૦ની કિંમતનો તેલ મળી આવ્યું હતું. સૃથળ પર અજમલ બાજુરામ ઠાકોર (ઉ.વ.૧૯,રાજસૃથાન) મળી આવ્યો હતો. જોકે મુખ્ય આરોપી ભરત કરશન આહિર (યશોદાધામ, ભચાઉ)ને પોલીસ પકડી શકી ન હતી. પોલીસે સૃથળ પરથી જીજે ૩ ઈસી ૩૨૬૭ નંબરની ટાટાસુમો પણ કબ્જે કરી હતી. પોલીસે આ માલ જપ્ત કરી મુખ્ય ભેજાબાજ તેલચોરની શોધખોળ હાથધરી હતી.

Post Comments