Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંજાર વિધાનસભા વિસ્તારમાં ૪૦૧૦૬ મતદારોનો વધારો

- વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષમાં ચુંટણી તંત્રની ઝુંબેશ

- વર્ષ ૨૦૧૨માં ૧,૮૯,૧૫૪ મતદારો હતા એ વર્ષ ૨૦૧૭માં વધીને ૨,૨૯,૨૬૫ થયા

ભુજ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

અંજાર તાલુકા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૪૦,૧૦૬ મતદારોનો જંગી વધારો નોંધાયો છે. આમ, ૨૦૧૪ની લોકસભાની ચુંટણીથી અત્યાર સુધીમાં ૨૩,૭૯૦ મતદારોનો વધારો નોંધાયો છે. ભુજ ચુંટણી કચેરીમાંથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે, વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની યોજાયેલી ચુંટણીમાં અંજાર વિધાનસભા મતવિસ્તારમાં ૯૮,૪૩૫ પુરૃષ અને ૯૦,૭૨૪ સ્ત્રી સાથે કુલ ૧,૮૯,૧૫૯ મતદારો હતા. તો વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણી ટાંણે ૧,૦૬,૯૧૩ પુરુષ અને ૯૮૫૬૨ સ્ત્રી મતદારો સાથે કુલ ૨,૦૫,૪૭૫ નોંધાયા હતા.

વર્ષ ૨૦૧૪ના ત્રણ વર્ષના ગાળામાં અંજાર તાલુકાની બનેલી આ બેઠક ઉપર ૧,૧૮,૪૧૪ પુરૃષ અને ૧,૧૦,૮૫૧ સ્ત્રી સાથે કુલ ૨,૨૯,૨૬૫ મતદારો નોંધાતા આ બેઠક ઉપર ત્રણ વર્ષમાં ૨૩,૭૯૦ મતદારોનો જબરો વધારો નોંધાયો છે. જો કે, વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ના ગાળા સુધીમાં કુલ ૪૦,૧૦૬ મતદારોનો વધારો જોવા મળ્યો છે. આગામી તા.૯મી ડીસેમ્બર યોજાનારા ગુજરાત ધારાસભાની ચુંટણીમાં ભુજ તાલુકાના કુલ ૨૩૪ મતદાન મથકો ઉપરથી અંજાર વિધાનસભા મતવિસ્તારનાં કુલ ૨,૨૯,૨૬૫ મતદારો મતદાન કરશે.
 

Post Comments