Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંજારમાં આંખલાના આતંકથી ૬માસમાં ૫ના મોતનો આક્ષેપ

- આંખલાઓ ઝઘડતા રહેણાંક મકાનમાં ઘુસતા લોકોમાં ભય

- જાહેરમાં ઘાસચારો ન વેચવાના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન: સતાધીશો બાદ નાયબ કલેકટર પણ કુંભકર્ણની માફક સુઈ ગયા!!!

અંજાર, તા.૦૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

અંજાર નગરપાલિકાની અણઆવડત તથા સતાધીશો અને આૃધીકારીઓની બેદરકારીના કારણે આંખલાઓના આતંકથી છ માસમાં પાંચ શહેરીજનોના મોંત થયા હોવાનો આક્ષેપ વિપક્ષીનેતાએ કર્યો હતો. વારંવાર રજુઆતો છતાં પણ સતાના મોહમાં ખુરશીને ચીપકેલા ભનેતાઓની સાથે હવે નાયબ કલેકટર પણ કોઈ કાર્યવાહી કરવાની બદલે ઠાલા વચનો આપી જવાબદારીમાંથી છટકી રહ્યાં છે. લોક પ્રતીનીધીઓ કુંભકર્ણની નંદરા ત્યાગી ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. શુક્રવારે પણ શહેરના રહેણાંક વિસ્તારમાં આંખલા બાખડતા મકાનના દરવાજામાં જોશભેર આૃથડાયા હતા. જેથી ઘરના સભ્યો પણ ડરના માર્યા સ્તબૃધ થઈ ગયા હતા.

અંજાર નગરપાલિકાની અણઆવડતના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. તો છેલ્લા છ મહિનામાં રખડતા હરાયા ઢોરના કારણે પાંચ નગરજનોના મોત થયા હોવા છતાં પણ સતાના મોહમાં રાચતા સતાધીશો અને આૃધીકારીઓ હવે માનવતા નેવે મુકી દીધી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. હવે રખડતા ઢોર ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર સાક્ષાત યમરાજની માફક ફરતા આંખલાઓને પકડવાની કામગીરી માત્ર દેખાવ ખાતર કરવામાં આવે છે. જો કોઈનું મોંત થાય તો માત્ર રોષના ભોગથી બચવા હાથીના દાંતની માફક કામગીરી કરી મસમોટા બીલો બનાવી સંતોષ માની ફરીથી હજારો નિર્દોષ શહેરીજનોને મોંતના મુખમાં ધકેલી દેવાય છે. કલેકટરના વારંવાર જાહેરમાં ઘાસચારો ન વેંચવા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. પણ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જાહેરનામા પણ ખુદની માત્ર ફરજ અદા કરવા ખાતર બહાર પડાય છે. તેની પણ અમલવારી કરતી નથી.

અંજારમાં શુક્રવારે બપોરના સમયેહસમુખલાલ વાળંદના ઘરમાં અચાનક આંખલાએ રોદ્ર સ્વરૃપ ધારપ કરીને આતંક મચાવતા મુખ્ય દરવાજામાં ધડાકાભેર આૃથડાતા ઘરના સભ્યો ભયના માર્યા સ્તબૃધ થઈ ગયા હતા. હોવાનું વિપક્ષીનેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું.

Post Comments