Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સણોસરાના તબીબનો યુવતી સાથે વિડીયો ઉતારી બ્લેક મેઇલ કરાયા

- યુવતી સહિત ચારે તબીબને પાલિતાણા બોલાવી ક્લીપીંગ ઉતારી લઇ ૧૧.૫૦ લાખ આપવાની કરી માંગ

ભાવનગર, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

સણોસરાના તબીબને પાલિતાણામાં બોલાવી યુવતી સહિત ચારે પૂર્વ આયોજી તકાવતરૃ રચી યુવતી સાથે વિડિયો ક્લીપીંગ ઉતારી લઇ ધાક ધમકી આપી ૧૧.૫૦ લાખની માંગણી કરતા કુંભણ, હણોલના શખસો અને યુવતી સામે ગુનો નોંધાવા પામ્યો હતો.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સણોસરા ગામે ભાવનગર-રાજકોટ હાઇવે પર આવેલ ડુંગરાણી હોસ્પિટલ ધરાવતા તબીબ કાનજીભાઇ તુળશીભાઇ ડુંગરાણી (ઉ.વ.૪૭)એ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ભગવાન નાકાભાઇ આલ (રે.કુંભણ), રઘા નાનુભાઇ આલ (રે.હણોલ), એક અજાણ્યા શખસ અને યુવતી સામે ફરીયાદ નોંધાવી હતી કે, ઉક્ત તમામે એક સંપ કરી પૂર્વ આયોજીત કાવતરૃ રચી ગત તા.૪-૨ના રોજ યુવતીએ તેને પાલિતાણા સદવિચાર હોસ્પિટલ પાસે લઇ જઇ લીલાપીર દરગાહ પાસે આવેલ મકાનમાં લઇ ગઇ હતી.

તે વેળાએ અન્ય ત્રણ શખસોએ મકાનમાં આવી તેઓને લાફા મારી યુવતી સાતે વિડીયો ઉતારી લઇ બ્લેક મેઇલ કરી પતાવટના બહાને ૨૦ લાખની માંગણી કરતા બાંધછોડ કરી ૧૧.૫૦ લાખ નક્કી કરી પૈસા પડાવવા માટે ધાક ધમકી આપી હતી. બનાવના પગલે ટાઉન પોલીસે ઇ.પી.કો. ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૩૯૮, ૧૨૦ (બી), ૫૦૬(૨) તેમજ ૩૪ મુજબ ગુનો દાખલ કરેલ. ઉક્ત કેસની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચ પી.એસ.આઇ. જાડેજાએ હાથ ધરી હતી.

Post Comments