Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આર.ટી.ઓ.માં લાયસન્સ રીન્યુ કરવામાં પણ એપોઇમેન્ટ સીસ્ટમથી હાલાકી

- લાયસન્સ પૂર્ણ થાય ને એપોઇમેન્ટ બે-બે મહિને મળે તો વચ્ચેના સમયમાં અરજદાર મુશ્કેલીમાં

ભાવનગર, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018

જૂના લાયસન્સ રીન્યુ કરવામાં એપોઇમેન્ટ સીસ્ટમ અમલી કરાઇ છે પરંતુ આ એપોઇમેન્ટ બે-બે મહિના પછીની મળવાથી લાઇસન્સની તારીખ ચાલી જતી હોય અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. જેતી આવી પ્રથા નાબુદ કરવી જરૃરી બની છે.

સ્વાભાવિક રીતે આર.ટી.ઓ.માં લાયસન્સ પ્રથા ઓનલાઇન અને કોમ્પ્યુટર સીસ્ટમ સાથે અપડેઇટ કરાઇ છે. ત્યારે નવા લાયસન્સ મેળવવા એપોઇમેન્ટ લેવી પડે છે. જોકે ખાનગી રાહે એપોઇમેન્ટ લેવાના પણ ૧૦૦ જેવી રકમ લેવાય છે અને ત્યાર બાદ જ લાયસન્સની પ્રક્રિયા આગળ ચાલે છે. પરંતુ જુના લાઇસન્સ રીન્યુ કરાવવામાં પણ એપોઇમેન્ટ સીસ્ટમ અમલી કરાતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે જે વ્યક્તિનું લાઇસન્સ જે તારીખે પુરૃ થતુ હોય અને એપોઇમેન્ટ બે-બે મહિના પછીની મળે તો આ સમય દરમ્યાન બંધ થયેલ લાયસન્સ ધારક માટે સ્થિતિ કફોડી થાય છે. નાના-મોટા અકસ્માત કે પોલીસ ડ્રાઇવમાં રજૂ કરતી વખતે એપોઇમેન્ટની મુદતના વાંકે લાઇસન્સ ધારકને દંડાવવું પડે છે અને આર.ટી.ઓ.ના ધક્કા થાય તે અલગ તો બીજીબાજુ એપોઇમેન્ટ લેવાના ખાનગી એજન્ટો દ્વારા રકમ તો લેવાય જ છે ત્યારે લાયસન્સ રીન્યુની પ્રક્રિયામાં એપોઇમેન્ટ પ્રક્રિયા રદ્દ કરવા માંગણી ઉઠી છે.

Post Comments