Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરના લઘુતમ તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીમાં વધારો

- મહત્તમ તાપમાનનો પારો ૪ ડીગ્રી ઉચકાયો

ભાવનગર, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

શહેરના લઘુત્તમ તાપમાનમાં ૨ ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાન ૪ ડીગ્રી વધી ગયું હતું.

શહેરમાં આજે મહત્તમ તાપમાન ૨૯.૧ ડીગ્રી નોંધાયું હતું. જે ગઇકાલ કરતા ૪ ડીગ્રી વધારે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડીગ્રી હતું. જે ગઇકાલ કરતા બે ડીગ્રી ઓછું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા તથા પવનની ઝડપ પ્રતિ કલાકના ૬ કિ.મી. રહી હતી.

લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. વહેલી સવારથી ૧૧ વાગ્યા સુધી દ્વિચક્રી વાહન ધારકો ગરમ કપડામાં સજ્જ જોવા મળતા હતા. બપોરના સમયે રોજની માફક મહત્તમ તાપમાન વધતા લોકોને પંખા એ.સી. શરૃ કરવાની ફરજ પડી હતી. આગામી ત્રણ દિવસમાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા જણાઇ રહી છે.

Post Comments