Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલાદિનના દિવસે જ આરોગ્ય અધિકારીની ઓફિસમાં યુવતીનો ગળાફાંસાનો પ્રયાસ

- પડવા ગામના આશાવર્કર મહિલાએ અગાઉ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો

- આશાવર્કર માતા અને પિતા સાથે રજૂઆત કરવા આવેલ યુવતીને ગળાફાંસાનો પ્રયાસ

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

મહિલા દિવસના દિવસે જ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીની ઓફિસમાં આશાવર્કર માતા પિતા સાથે રજૂઆત કરવા આવેલ પડવાની યુવતી સાથે પંખા સાથે લટકી આત્મઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે સીટી ડીવાય.એસ.પી. સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

ઘટનાની જાણવા મળતી ભીતરી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતા અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા મહિલા લીલાબેન દામજીભાઇ પટેલ (ઉ.વ.૪૧)એ ગત તા.૨૬-૨ના રોજ મેડીકલ ઓફિસરના ત્રાસ હોવાના આક્ષેપ તળે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા લીલીબેન અને તેને બચાવવા જતા તેના પતી દામજીભાઇ દાઝી જતા બન્નેને સારવારમાં ખસેડાયા હતા.

દરમિયાન આજે લીલાબેન તેના પતિ  દામજીભાઇ અને દિકરી સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને કચેરીના સ્ટાફની હાજરીમાં  દંપતીએ માથા પછાડી તેની દિકરીએ ટેબલ પર ચડી પંખા સાથે  દુપટ્ટો બાંધી ગળાફાંસાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાના પગલે સીટી ડીવાય.એસ.પી. ઠાકર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને દંપતી લીલાબેન અને તેના પતિ દામજીભાઇની અટકાયત કરી ૧૦૭, ૧૧૬ તેમજ ૧૫૧ તળે અટકાયતી પગલા લીધા હતા.

Post Comments