Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંતરરાષ્ટ્રિય મહિલા દિને આશા વર્કરના પડતર પ્રશ્નોને લઇને કલેક્ટરને આવેદનપત્ર

- જનવાદી મહિલા સંઘે લઘુતમ વેતન માસિક ૧૮ હજાર આપવા માંગ કરી

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિને સીટુ દ્વારા આશાવર્કર બહેનોની રેલી નીકળી હતી અને પડતર પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કેન્દ્ર સરકારનું નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ હોવા છતાં કેન્દ્ર સરકારે પણ આશાવર્કરો તથા ફેસીલીએટર બહેનોના પગારમાં બજેટમાં કોઇજ વધારો જાહેર કરેલ નથી.

આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિને વિવિધ માગણી સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આશાવર્કરને પડતર પ્રશ્નો જેવા કે કાયમી કર્મચારી ગણવા લઘુતમ વેતન ૧૮ હજાર રાખવા સમાજ સુરક્ષાના લાભો આપવા સહિતની વિવિધ માગણીનો સમાવેશ થાય છે.

આશાવર્કર બહેનોને ફિક્સ પગારથી વંચિત રાખવામાં આવેલ છે. પગારમાં ૫૦ ટકા વધારાની કરેલી જાહેરાતનો હજુ સુધી અમલ થયો નથી. રાજ્ય સરકારે ૪૪ હજાર નાના કર્મચારીઓને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ જનવાદી મહિલા સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. બહેનોને મીટીંગનું ભથ્થું પણ મળતું નથી. તેથી આશાવર્કર બહેનોને તુરંત ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા ઉગ્ર માગણી કરવામાં આવી હતી.

Post Comments