Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રિય યોગ સ્પર્ધાનો એવોર્ડ ભાવેણાના ફાળે: યોગમાં હેતસ્વી સોમાણીને ૫૮ ગોલ્ડ મેડલ

- મીસ યોગીની ઓફ યુનિવર્સ, મીસ યોગીની ઓફ પ્રિન્સેસનો ખિતાબ પણ મેળવી ચૂકી છે

- ત્રણ ગોલ્ડ મેડલ પ્રથમ નંબર સાથે પ્રાપ્ત કરી ચેમ્પીયન બની ભાવેણાનું ગૌરવ વધાર્યું

ભાવનગર, તા. 07 માર્ચ 2018, બુધવાર

ભાવનગરની સોમાણી હેતસ્વી નાનપણથી જ યોગ સાથે જોડાયેલી છે. આ ક્ષેત્રે અનેક સિદ્ધી પ્રાપ્ત કરેલ છે. તેમજ અત્યાર સુધીમાં ૫૮ જેટલા ગોલ્ડ મેડલ જુદી જુદી યોગ સ્પર્ધા જીતીને મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યુ હતું.

હાલમાં તેઓ ઓલ ઇન્ડિયા યોગ ચેમ્પીયનશીપ ઇન્ડિયન યંગ ઓલમ્પિયન ફેડરેશન દ્વારા રાજસ્થાન આબુમાં ઇન્ટરનેશનલ કોમ્પીટીશનમાં ૨૫૬ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમા હેતસ્વીએ ત્રણ અલગ-અલગ ઇવેન્ટ આર્ટિસ્ટીક, કોમ્બીનેસન, ઇન્ડીવીડયલમાં ભાગ લઇને ત્રણ ગોલ્ડ મેડલ પ્રથમ નંબર સાથે પ્રાપ્ત કરી ચેમ્પીયન ઓફ ચેમ્પીયન બની હતી.

દિલ્હી ખાતે તાજેતરમાં યોજાય ગયેલી યોગ સ્પર્ધામાં યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સાથોસાથ જજ તરીકે માન્યતાનું સર્ટીફીકેટ પણ મળેલ છે. અગાઉ ૨૦૧૬માં બેંગ્લોર ખાતે યોજાયેલી સ્પર્ધામાં મીસ યોગીની ઓફ યુનિવર્સ તેમજ મીસ યોગીની ઓફ પ્રિન્સેસનો ખિતાબ પણ મેળવી ચૂકેલ છે.

Post Comments