Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સનેસ ગામની સીમમાંથી મસમોટો વિદેશી દારૃ-બીયરનો જથ્થો ઝડપાયો

- વિદેશી દારૃ અને બીયરની ૪૩૭ પેટી સાથે ચાર શખસની ધરપકડ

- બે શખસના નામ ખુલ્યા

ભાવનગર, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018

વેળાવદર-ભાલ પંથકના સનેસ ગામ નજીક બાવળની કાંટમાં છુપાવી રખાયેલ વિદેશી દારૃ અને બીયરનો મસમોટો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ચાર શખસોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે માણેકવાડી અને કરચલીયાપરાના શખસોએ બહારથી વિદેશી દારૃ મંગાવી ઉતાર્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યુ હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચને પૂર્વ બાતમી મળેલ કે ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૃનભાઇ કાલવા (રે.ખોડિયારનગર, નવી માણેકવાડી, ભાવનગર), દિવ્યેશ નવલભાઇ સોલંકી (રે.બ્રાહ્મણ તલાવડી, ક.પરા, ભાવનગર) બંને શખસો બહારથી ભાગીદારીમાં પરપ્રાંત દારૃનો જથ્થો મંગાવી તે દારૃનો જથ્થો ભાવનગર તાબેના સનેસ ગામની સીમમાં સખનેડી તરીકે ઓળખાતા સીમાડામાં દારૃનો જથ્થો ઉતારીને બાવળની કાંટમાં સંતાડીને રાખેલ છે અને તે દારૃના જથ્થાનું ધ્યાન રાખવા માટે સનેસ ગામના હરેશ ચીથરભાઇ ડાભી તથા બટુક વિઠ્ઠલભાઇ ડાભીને ત્યાં રાખેલ છે અને તે બંને શખસોની વાડી પણ ત્યાં જ આવેલ છે ત્યાંથી પરપ્રાંત દારૃની ડિલીવરી અલગ-અલગ વાહનોમાં કરવાના છે જે હકિકત આધારે રેઇડમાં જતા રસ્તામાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો ઇંગ્લીશ દારૃની હેરફેર થવા અંગેની બાતમી આધારે વાહન ચેકીંગમાં હતા તેઓને પણ સાથે લઇ સનેસ ગામની સીમમાં સખનેડી તરીકે ઓળખાતા સીમાડામાં હરેશ ચીથરભાઇ ડાભી વાડીથી આશરે ૧૦૦ મીટર દૂર બાવળની ઝાડીમાં રેઇડ કરતા હરેશ ચીથરભાઇ ડાભી (ઉ.વ.૨૯, રે.સનેસ, તા.જી.ભાવનગર), બટુક વિઠ્ઠલભાઇ ડાભી (ઉ.વ.૫૭, રે.સનેસ, તા.જી.ભાવનગર), કિશન ઉર્ફે ગેરી અનંતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨, રે.વાઘેલા ફળી, ક.પરા, ભાવનગર), ગોપાલ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૨૨, રે.શંકરજીના મંદિર પાછળ, વાણંદ સોસાયટી, સીદસર રોડ, તળાજા જકાતનાકા, ભાવનગર) હાજર મળી આવેલ. દરમિયાન જડતી તપાસ કરતા બાવળની કાંટની આડમાં સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાન્ડની કંપનીની બોટલો ભરેલ પેટી તથા બિયર ટીન ભરેલ પેટીઓ નંગ-૪૩૭માં ઇંગ્લીશ દારૃની બોટલ નંગ-૫૦૮૮ કિંમત રૃા.૧૫,૨૬,૪૦૦ તથા બિયર ટીન-૩૧૨ કિંમત રૃા.૩૧,૨૦૦ મળી રૃા.૧૫,૫૭,૪૦૦નો ઇંગ્લીશ દારૃ, બિયરનો જથ્થો તથા ટાટા ઇન્ડિકા કાર નં.જીજે-૧૬-એએ-૮૯૭૦ તથા હિરો હોન્ડા સીડી મોટરસાઇકલ નં.જીજે-૪-ડી.સી-૨૪૧૦, મોબાઇલ નંગ-૨ કિંમત રૃા.૫,૫૦૦નો મુદ્દામાલ મળી કુલ રૃા.૧૭,૬૩,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૃદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરીયાદ દાખળ કરાવવામાં આવેલ.

આ ઇંગ્લીશ દારૃ, બિયરનો જથ્થો છેલ્લા ચારેક દિવસથી પોલીસની ભીંસ હોવાના કારણે એકદમ વેરાન જગ્યાએ ઉતારી દીધેલ અને ઇંગ્લીશ દારૃ, બિયરની પેટીઓ ફરતે બાવળ કાપી ઢગલો કરી દેવામાં આવેલ હતો અને ભાવનગર શહેરમાં ઇંગ્લીશ દારૃ, બિયરની ડીલીવરી કરી શકતા ન હોવાની શખસોએ કબુલાત આપી હતી.

Post Comments