Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રાપજ બંગલા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

- ભાવનગરથી કાર લઇ અલંગ જતા વેપારીઓને અકસ્માત નડયો: બેેને ગંભીર ઇજા

ભાવનગર, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

તળાજા તાલુકાના ત્રાપજ બંગલા નજીક આજે સવારે અલ્ટીકા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ગોજારા અકસ્માતમાં મણાર ગામના વેપારીનું કરૃણ મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્રણેય વેપારી ભાવનગરથી અલંગ જઇ રહ્યા હતા તે વેળાએ કરૃણાંતિકા સર્જાવા પામી હતી.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કાળીયાબીડ વિસ્તારના સાગવાડીમાં રહેતા કાનજીભાઇ ધરમશીભાઇ ઇટાળીયા (ઉ.વ.૩૯)એ અલંગ પોલીસ મથકમાં ડમ્પર નંબર જીજે-૪-એ.ટી-૨૪૪૭ના ચાલક વિરૃદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે આજે સવારે મણાર ગામે રહેતા વેપારી વિજયભાઇ બટુકભાઇ ભટ્ટ (ઉ.વ.૫૦), શૈલેષભાઇ લાભશંકરભાઇ જાની અને તેઓ વિજયભાઇની અલ્ટીકા કાર લઇ ભાવનગરથી અલંગ જઇ રહ્યા હતા તે વેળાએ ભાવનગર-તળાજા રોડ પર ત્રાપજ બંગલા નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ સામે ઉક્ત ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પુરપાટઝડપે અને બેફીકરાઇપૂર્વક ચલાવી અલ્ટીકા કાર સાથે અથડાવી અકસ્માત સર્જતા વિજયભાઇ ભટ્ટનું કરૃણ મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે તેઓને અને શૈલેષભાઇને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.

ઘટનાની જાણ થતા અલંગ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બંને ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી. બનાવ અનુસંધાને અલંગ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.

Post Comments