Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલવાહક વાહનોમાં માણસોની થતી હેરફેર સામે તંત્રનું ભેદી મૌન !

- RTO દ્વારા ઓવરલોડનું ચેકીંગ થાય છે પણ વગર ફીટનેશવાળા વાહનો સામેના પગલા કેટલા ?

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

ઓવરલોડ, નાના વાહનોમાં લાયસન્સ, પીયુસી, હેલ્મેટમાં દંડ કરી આર.ટી.ઓ. કચેરી કે પોલીસ મોટો મીર મારે છે. પરંતુ હેવી વાહનોની પરમીટ કે ટેક્સ રીકવરી અંગે અનેક સવાલો હાલ ઉઠવા પામ્યા છે. જ્યારે રીકવરી માટે મામલતદારને નિમાય છે પરંતુ કચેરીમાં આ જગ્યા પણ ખાલી હોવાનું જણાયુ છે.

તંત્રની ઘોર બેદરકારી અંગે અવાર નવાર પ્રશ્નો ઉઠવા પામી રહ્યા હોવા છતા સુધરવાનું જાણે નામ લેવાતુ નથી. આર.ટી.ઓ. ઓફીસમાં રીકવરી માટે ઓફીસર મામલતદારની નિમણૂક કરાય છે પરંતુ ભાવનગર કચેરીમાં હાલ આ જગ્યા ખાલી છે અને રીકવરીની જવાબદારી પણ આર.ટી.ઓ. બજાવી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે અત્યાર સુધીમાં આવા કેટલા વાહનો જે ટેક્સ વગર રોડ પર ફરી રહ્યાં છે. કેટલા વાહનમાં રીકવરી, જપ્તી થયેલ છે. માલવાહક વાહનમાં માણસોની હેરફેર ગેરકાયદેસર હોવા છતાં હજી પણ તંત્રની મીઠી નજર હેઠળ આવા માલવાહક વાહનોમાં માણસોની હેરફેર શરૂ છે.

પરમીટ તથા ફિટનેસ વગરના વાહનો રોડ ઉપર કેમ ચલાવી શકાય ? લાયસન્સમાં અસંખ્ય ફરીયાદ આવે છે જેની પણ તપાસ જરૂરી બની છે. નાના વાહનમાં લાયસન્સમાં નાની અને હેવી લાયસન્સમાં હેવી વહીવટથી લાયસન્સ અપાતા હોવાની પણ ચોમેર ચકચાર ઉઠી છે. ત્યારે અગાઉ પણ અવાર નવાર ગ્રાઉન્ડ ટેસ્ટ અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતા તટસ્થ રીતે ટ્રાય લેવાય તે જરૂરી બન્યુ છે. પરંતુ ઘણા કીસ્સામાં મલાઇ લઇ વગર ટેસ્ટ લીધે લાયસન્સ આપવાનું અધમ કૃત્ય થઇ રહ્યું છે જેનો ભોગ આમ નાગરીકો બની રહ્યાં છે.

Post Comments