Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ના અધિકારીનું મોનીટરીંગ રહેશે

- એકશન પ્લાનમાં ધો. ૧૦માં ૧૦ કેન્દ્રો અને ધો. ૧૨માં ૭ કેન્દ્રો સંવેદનશીલ

ભાવનગર, તા. 07 માર્ચ 2018, બુધવાર

આગામી બોર્ડની પરીક્ષા તા. ૧૨મીથી પ્રારંભ થવા જઈ રહી છે ત્યારે સંવેદનશીલ કેન્દ્રો પર કોઈ ગેરરીતી ન બને તે હેતુ આવા પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-૧ના અધિકારીની ઉપસ્થિત રાખવા નિર્ણય કરાયો છે. આ અંગે સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આગામી બોર્ડની પરીક્ષા સંદર્ભે એકશન પ્લાન તૈયાર થઈ ચુક્યો છે અને સંવેદનશીલ કેન્દ્રોની યાદી પણ જાહેર કરી દેવાઈ છે.

જેમાં ધો. ૧૦ માટે સહજાનંદ વિદ્યાલય બપાડા, આર.ટી. મહેતા હાઈસ્કુલ, વિવેકાનંદ હાઈસ્કુલ, સિધ્ધેશ્વરાય હાઈસ્કુલ ટીમાણા તથા જે.પી. પારેખ હાઈસ્કુલ મહુવા સંવેદનશીલ તથા એમ.ડી. પટેલ ગારિયાધાર, એમ.આર. દવે વલભીપુર, ઈશ્વરાનંદ હાઈસ્કુલ હાજીપર, સરસ્વતી હાઈસ્કુલ વડલી અને એલ.ડી. મુની સિહોરને અતિ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કર્યા છે.

જ્યારે ધો. ૧૨માં સરસ્વતી હાઈસ્કુલ વડલી, સતુઆવાલા ઉ.મા. શાળા, સનરાઈઝ હાઈસ્કુલ પાલીતાણા, એસ.કે. વિદ્યા મંદિર ભાવનગરને સંવેદનશીલ અને એલ.ડી. મુની સિહોર, સત્યનારાયણ હાઈસ્કુલ સથરા અને એસ.કે. વિદ્યાલય ભાવનગરને અતિ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કર્યા છે. ત્યારે આવા સંવેદનશીલ કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા આશય સાથે આ કેન્દ્રો પર વર્ગ-૧ના અધિકારીન ેહાજર રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જણાયું છે.

Post Comments