Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લેનિન કિસાનોના અને કામદારોના સૌથી લાડકવાયા નેતા હતા

- આ ઘટનાને ભાવનગર ડાબેરી પક્ષે વખોડી

- ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાની ઘટનાનો ડાબેરી પક્ષે વિરોધ કર્યો

ભાવનગર, તા. 07 માર્ચ 2018, બુધવાર

પૂર્વોતર રાજ્ય ત્રિપુરામાં ભાજપના કાર્યકરોએ શ્રમજીવી નેતા લેનિનની મૂર્તિને તોડી પાડતા આ ઘટનાને ભાવનગર ડાબેરી પક્ષે વખોડી કાઢી જિલ્લાભરમાં દેખાવો કરવાની ચીમકી આપી હતી. લેનિન કિસાનો અને મજૂરોના લાડકવાયા નેતા હતા.

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ છેલ્લા બે દિવસમાં ભાજપ કાર્યકરોએ આતંક મચાવ્યો છે. વિશ્વના આઝાદીના આંદોલનના મહાનાયક, ખેડૂતો અને શ્રમજીવીઓના નેતા લેનિનની મૂર્તિ તોડી પડાઇ છે. જે લેનિને શહીદ ભગતસિંહ અને ગાંધીજીએ પ્રેરણામૂર્તિ અને આઝાદીના મહાનાયક ગણાવ્યા હતાં તેની મૂર્તિ તોડીને ભાજપ શું સંદેશો આપવા માંગે છે. સી.પી.એમ.ની ૧૩૪ ઓફીસો તોડી પડાઇ છે. ૧૫૩૯ ઘરમાં તોડફોડ અને કાર્યકરો ઉપર હુમલાઓ કરીને ઇજાઓ પહોંચાડી છે.

મૂર્તિઓ તોડીને વિચારધારાનો નાશ કરી શકાય નહિ. લોકસાહીમાં હિંસાને કોઇ સ્થાન નથી. ભાજપે પોતાની ફાસીસ્ટ ચારિત્રયનું પ્રદર્શન ત્રિપુરામાં રજૂ કરેલ છે. પોતાની સંકુચિત સમજદારી ખુલ્લી પડી છે. યાદ રહે ત્રિપુરાની ચૂંટણીમાં સી.પી.એમ.ને ૪૪ ટકા મતો મળ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ ઉપરનો હિંસાથી દબાવી દેવાનો પ્રયત્ન આવનાર દિવસોમાં, લોકશાહી ઉપરના ખતરાની ઘંટી છે. તમામ લોકશાહી પરિબળોએ આવા હુમલાનો વિરોધ કરવા સી.પી.એમ.ના કેન્દ્રીય સમિતિના સભ્ય અરૃણ મહેતા અપીલ કરી જિલ્લા ભરમાં દેખાવો કરવાની ચીમકી આપી હતી.

Post Comments