Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીતુ વાઘાણી વિરૃદ્ધનું બેનર ઉતારવા માટે પોલીસની ૧૦ ગાડી બુધેલ પહોંચી

- ભાજપના પ્રદેશ અધ્યક્ષે ગામમાં આવવું નહીં તેવું

- એકત્ર થયેલા લોકોએ પોલીસને પૂછ્યું આમાં ક્યાં આચારસંહિતાનો ભંગ થાય છે તે બતાવો : પોલીસ સાથે ચકમક

ભાવનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વિરૃદ્ધ બુધેલ ગામે લગાડાયેલું બેનર ઉતારવા પોલીસની ૧૦ ગાડી બુધેલ પહોંચી હતી. એકત્ર થયેલા લોકોએ પોલીસને પૂંછ્યું કે, આમાં ક્યાં આચારસંહિતાનો ભંગ થાય છે તે બતાવો. આથી પોલીસ અને લોકો વચ્ચે ચકમક ઝરી હતી.

બુધેલની કરોડોની જમીન પ્રકરણે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરેલા દબાણને તાબે નહીં થતા બુધેલના સરપંચપદેથી દાનસંગભાઈ મોરીને સસ્પેન્ડ કરાવી અને તેમના પ્રત્યે કિન્નાખોરી દાખવી પોલીસ કેસ કરાવ્યાનો આક્ષેપ થતા કારડિયા રાજપૂત સમાજ લાલઘૂમ થઈ ગયેલ છે અને ઠેરઠેર આવેદનપત્ર પાઠવી તથા સંમેલન યોજી જીતુ વાઘાણી સામે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.

દરમિયાનમાં, જીતુ વાઘાણીએ ગામમાં આવવું નહીં તેવા લખાણ સાથેના બેનર બુધેલ ખાતે  બાંધવામાં આવ્યા હતા. જેની જાણ થતા ગઈ કાલે કાફલો બેનર ઉતારવા માટે પહોંચ્યો હતો. પરંતુ ગ્રામજનોના વિરોધના પગલે તેઓએ બેનર પાછા આપી દેવાની ફરજ પડી હતી. બુધેલ ખાતે લાગેલા બેનર ઉતારવા માટે આજે સવારે પોલીસ કાફલો ૧૦ ગાડી સાથે દોડી ગયો હતો. જે બનાવની ખબર પડતા ફરી લોકો એકત્ર થયા હતા અને બેનર ઉતારવાની પોલીસની કામગીરી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ બાબતે જાણ થતા બુધેલના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરી સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા. બુધેલના પૂર્વ સરપંચ અને લોકોએ પોલીસને પ્રશ્ન કર્યો હતો કે, આમાં આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું કંઈ નથી. ક્યાંય પક્ષનું નામ નથી કે સિમ્બોલ નથી તો આચારસંહિતાનો ભંગ થતો જ નથી. માત્ર જીતુ વાઘાણીનું જ નામ છે અને લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે છતાં પોલીસે લોકોની કોઈ વાત સાંભળી નહોતી અને બેનર લઈને ચાલ્યા ગયા હતા. તેમ તેમણે જણાવ્યું હતું.

Post Comments