Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરની પાંચ બોગસ બીલીંગ પેઢીની GST અન્વેષણ ટીમ દ્વારા તપાસ

- એકોસ્ટ ઇન્પેક્સ પ્રા.લી. પાસેથી રૂ.૬૦ હજારની સ્ટોક ડિફ્રન્ટ પેટે વસુલાત કરાઇ

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

ભાવનગર જી.એસ.ટી. અન્વેષણ વિભાગ દ્વારા ગાંધીનગર તેમજ ભાવનગરની મળી કુલ છ અધિકારી દ્વારા બોગસ પેઢીનું ફેર ચેકીંગ કરી સ્ટોક ડિફરન્ટના ૬૦ હજારની રીકવરી કરાઇ હતી.

આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જી.એસ.ટી. અન્વેષણ વિભાગ દ્વારા તાજેતરમાં માધવદર્શન સામે આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષમાં શ્રીજી ટ્રેડીંગ પેઢી પર ગઇ તા.૨૭-૬-૧૭ના રોજ બોગસ બિલીંગના મામલે તપાસ હાથ ધરી ચોપડા જપ્ત કરાયા હતા.

જે પેઢી પૂનઃ શરૂ છે કે કેમ તેમજ બાકી રહેલ દસ્તાવેજી પુરાવા જપ્ત કરવા તાજેતરમાં હિરણ્ય દેસાઇની માલિકીના શ્રીજી ટ્રેડીંગ, નિમ્બસ ઇન્ટરનેશનલ પ્રા.લી., અવધેશ ટ્રેડીંગ તેમજ એકોસ્ટ ઇન્પેક્સ પ્રા.લી. પર ફેર તપાસ ગાંધીનગરના બે સહિત સ્થાનિક ચાર અધિકારી મળી હાથ ધરી હતી અને એકોસ્ટ પેઢીના સ્ટોક ડિફ્રન્ટ પેટે ૬૦ હજારની વસુલાત કરાઇ હોવાનું જણાયું હતું. જોકે ઉક્ત તમામ પેઢી બોગસ હોવાનું જણાયું છે.

Post Comments