Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા આવતા ખેડૂતની અટકાયત

- જાળીયાના ખેડૂતની ચીમકીના પગલે કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- દલીત સમાજ દ્વારા સુત્રોચ્ચાર, ઘટનાને પગલે પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

ગારીયાધારના જાળીયા ગામના દલીત ખેડૂતે કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દરમિયાન ખેડૂત આવી પહોચતા આત્મવિલોપન કરે તે પૂર્વે પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધારના જાળીયા ગામે રહેતા ખેડૂત હકાભાઇ નનુભાઇ ગોહિલએ ગત તા.૨૫મીના રોજ આજ ગામના રણુભા ગોહિલ સહિતના શખસોએ વાડીએ આવી ૨૦૦ મણ ઘઉં સળગાવી નુકશાન પહોંચાડી તેની જ્ઞાતિથી અપમાનીત કર્યા સંદર્ભે ગારીયાધાર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ ગુનાના કામે શખસોની ધરપકડ ન કરવામાં આવતા હકાભાઇએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી હતી. જેના પગલે આજે સવારથી સીટી ડિવાય.એસ.પી. ઠાકર, નિલમબાગ પી.આઇ. એસ.ઓ.જી. સહિતનો પોલીસ સ્ટાફ, ફાયર તથા ટીમ મેડિકલ તથા કલેક્ટર કચેરી ખાતે બંદોબસ્તમાં ગોઠવાયા હતા.

આ દરમિયાન સવારે ૧૧.૩૦ના સુમારે કારમાં જાળીયા ગામનાં  લીત ખેડૂત હકાભાઇ આવી પહોચતા તેઓ આત્મવિલોપન કરે તે પૂર્વે પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી. જ્યારે કલેક્ટર કચેરી ખાતે  લીત સમાજના કાર્યકરો, આગેવાનો  દોડી ગયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા.

Post Comments