Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તળાજામાં ગાંડા બાવળના ત્રાસને લીધે મચ્છરનો ઉપદ્રવ વધ્યો

- રોગચાળો વકરે તે પહેલા સબંધિત વિભાગ દ્વારા જંગલ કટીંગ કરવાની ઉગ્ર માંગ

તળાજા, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

તળાજા શહેરમાં ગાંડા બાવળનો ત્રાસ વધી જતા મચ્છરનો ત્રાસને લીધે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. શહેરના ઘણા વિસ્તારોમાં જંગલ કટીંગ કરવાની તાતી જરૃરિયાત છે. સબંધિત વિભાગ દ્વારા તાકિદે પગલા લેવાની માંગ ઉઠી હતી.

તળાજા નગર સેવા સદનના જાહેર સેવક દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી. તળાજા શહેરના વિવિધ વોર્ડ વિસ્તાર, નદી વિસ્તાર, મોક્ષધામ, કબ્રસ્તાન, વિગેરે જગ્યાઓમાં બેફામ ગાંડા બાવળોના ઝુંડો જોવા મળે છે તેને તેને તાકીદના ધોરણે તળાજા શહેરની હદ વિસ્તારમાં આવા ગાંડા બાવળો જોવા મળે તેને ચોમાસાની શરૃઆત પહેલા તળાજા શહેરને બાવળ મુક્ત કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠી હતી.

વિષયને ધ્યાને રાખીને પર્યાવરણને આગામી દિવસોમાં ફાયદો થાય તે લક્ષમાં લઇને તળાજાના ઘણાખરા વિસ્તારો જેવા કે ડુંગર ઉપર પણ બેફામ ગાંડા બાવળો જોઇ શકાય છે. તો ઘણા ધાર્મિક સ્થળો જેવા કે કબ્રસ્તાન વગેરે નદી વિસ્તાર કે મોક્ષધામમાં ગાંડા બાવળો હોય તેને તાકીદની અસરથી નેસ્ત નાબુદ કરીને તળાજા શહેરને બાવળ મુક્ત બને અને તળાજા શહેરની આમ જનતાનું સપનુ છે. જે તાકીદે પરિપૂર્ણ કરવામાં આવે તેવી તળાજાની જનતાની લાગણી અને માંગણી છે. કામ તાકીદની અસરથી શરૃ કરીને ચોમાસા પહેલા પુરૃ કરવામાં આવે તેવી જનતામાં માંગ ઉઠવા પામી હતી. અન્યથા ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધશે અને રોગચાળાની શક્યતા નકારી શકાતી નથી.

Post Comments