Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આશાવર્કર બહેનોનો વર્ગ-૪ના મહેકમમાં સમાવેશ કરવા માંગ

- ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન પ્રસર્યું નેતાઓ ધારાસભ્યોને ઘેરાવની ઘટના વધી

ભાવનગર, બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

સમાન કામ સમાન વેતન સહિતના અન્ય પડતર પ્રશ્ને આશા વર્કર અને આશા ફેસિલિએટર દ્વારા ચાલતા આંદોલનનો કોઈ ઉકેલ ન આવતા ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ આંદોલન ગતિ પકડી રહ્યું છે. ઠેરઠેર સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને હોદ્દેદારોને ઘેરાવ કરવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ શાંત આંદોલન સ્વયંભૂ ઉગ્ર થતું જાય છે.

વર્ષોથી આશા વર્કર અને આશા ફેસિલિએટર બહેનો, ગુજરાત સરકારના વિવિધ સ્વાસ્થયલક્ષી કાર્યક્રમ બિમારી, મહામારી, ગર્ભસ્થ માતાની જવાબદારી, કુપોષણ પોલિયો, ૦ થી ૫ વર્ષના બાળકના સ્વાસ્થ્યની જવાબદારી પુરી નિષ્ઠાથી બજાવે છે. એમ છતાંય એમને માનસીક અને શારિરીક રીતે થકવી દેનારી કામગીરીના બદલામાં ખુબજ નજીવું વેતન આપી એમનું આર્થિક શોષણ કરવામાં આવે છે. આ તમામ બાબતોને લઇને કેટલીક માગણીઓ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણના ભાગરૃપે આશાવર્કર અને ફેસિલિએટરનું વર્ગ-૪માં કાયમી મહેકમ ઉભુ કરી વર્ગ-૪માં કાયમી કર્મચારી તરીકે સમાવેશ કરવા તેમજ આશાવર્કર અને આશા ફેસિલિએટરને સુપ્રિમકોર્ટના આદેશ મુજબ લઘુતમ વેતન ચુકવવામાં આવે તેમજ મુસાફરી અને મોંઘવારી ભથ્થા ચુકવવામાં આવે તેવી માંગ સંઘર્ષ સમિતિએ કરી હતી.

ઉપરાંત આશા વર્કર અને આશા ફેસિલિએટરની કામગીરી જોખમી હોઇ મેડિકલ જીવન વિમો તેમજ આશા વર્કર અને આશા ફેસિલિએટર બહેનોને યોગ્ય સન્માન મળે એ માટે ઓળખકાર્ડ તથા યુનિફોર્મ આપવામાં આવે અને માતૃત્વના સમયગાળા દરમ્યાન આશાવર્કર અને આશા ફેસિલિએટરને નાણાંકીય લાભ અને નિયમ મુજબ મેટરનિટી લિવનો લાભ તેમજ સરકારના નિયમ મુજબ પગાર ધોરણ ફીક્સ આપવામાં આવે અને અન્ય રજાઓને જે લાભ આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી. આશાવર્કર અને આશા ફેસિલિએટરના કામના કલાકો નક્કી કરવામાં આવે અને કામગીરી કરતા વધુ કામગીરી અને ઓવરટાઇમ સહિત અન્ય ભથ્થા ચુકવવામાં આવે તેમજ આશાવર્કર અને આશા ફેસિલિએટર છેલ્લા ઘણા સમયથી ભુખ હડતાલ ઉપર બેઠેલા હોવા છતાં કોઇપણ અધિકારી આવેલ નથી કે કોઇપણ જાતની સાંતવના આપવા આવેલ નથી તેમ અંતમાં ઉમેર્યુ હતું.

Post Comments