Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભરતી પ્રકરણે વિવાદ : યુનિ. દ્વારા બોલવાનું કંઇક અને કરવાનું કંઇક !

- યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનમાં

- એક તરફ આર.ટી.આઇ.ની અપીલ સંદર્ભે એવું કહેવાય છે કે પ્રકરણ સરકારમાં પેન્ડીંગ, બીજીબાજુ સ્કૂટિની કમિટી દ્વારા પ્રક્રિયા પૂર્ણ

ભાવનગર, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનમાં ભરતી પ્રકરણે થયેલ આર.ટી.આઇ.ની અપીલ સંદર્ભે એવું યુનિ. દ્વારા એવુ જણાવેલ છે કે પ્રકરણ સરકારમાં પેન્ડીંગ છે જ્યારે બીજી તરફ સ્કૂટિની કમિટી દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.

યુનિવર્સિટીના કોર્ટ સભ્ય મહેબૂબ બ્લોચે યુનિવર્સિટીના કુલસચિવને કરેલ રજૂઆતમાં જણાવેલ છે કે, યુનિ.માં થોડા સમય પહેલા અનુસ્નાતક ભવનમાં જે ભરતી માટે જાહેરાત આપવામાં આવેલ તેમાં કોર્ટ સભ્ય બ્લોચ દ્વારા અગાઉ આર.ટી.આઇ. કરી ભરતીની કેટેગરી અંગે માહિતી માંગવામાં આવેલ જે માહિતી અપીલના સમયે એવું જણાવેલ કે સમગ્ર પ્રકરણ સરકારમાં રોસ્ટર સાથે પેન્ડીંગ પડેલ હોય ત્યાંથી પરત આવે આપવામાં આવશે.

દરમિયાનમાં આ ભરતી પ્રક્રિયામાં સ્કુટીની કમિટી સુધીની કામગીરી યુનિ.ના તંત્ર દ્વારા પૂર્ણ કરી મોટાપાયે ગેરરીતી આચરવાનો પ્રયાસ કરેલ છે. તેવો તેમણે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે અને તેમાં ચોક્કસ હીત ધરાવતા ૨ પ્રોફેસર દ્વારા કુલપતિ સાથે મંડળી રચી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે.

સરકારના પ્રવર્તમાન પરિપત્ર મુજબ અને યુનિવર્સિટીનો રેકર્ડ મુજબ ૩૬ મંજુર થયેલ જગ્યાની પ્રથમ સાયકલ ૨૦૦૮માં પૂર્ણ થયેલ જેમાં ૪ (ચાર) જગ્યા એસ.ટી.ની ખાલી હતી ત્યારબાદ શિક્ષણશાસ્ત્ર ભવનની ૧ જગ્યા ભરાતા ૩ જગ્યા એસ.ટી.ની હાલની તારીખે ખાલી પડેલ હોય જેથી પ્રથમ સાયકલનો ૩નો બેકલોગ છે અને તે જગ્યા કેરીફોરવર્ડ, બેકલોગ છે. ગુજરાત સરકારના વર્ષ ૨૦૦૫ના પરિપત્ર અનુસાર આ જગ્યા ભરવી અને આજની તારીખે જે ૨૦ જગ્યા ભરવાની થતી હોય તેમા પણ બે એસ.ટી.ની જગ્યા ભરવાની થતી હોય તેમ છતાં કુલપતિ આણી મંડળી દ્વારા લાયઝન ઓફીસરના રીમાર્કસ મુજબ એસ.ઇ.બી.સી.ની જાહેરાત આપેલ પરંતુ એસ.ટી.ની જો ૩ જગ્યા ભરવાની કોઇ કાર્યવાહી ન કરી પોતાના માનીતાને ગોઠવવા જે પ્રયાસ થઇ રહ્યો છે તે ગેરકાનુની અને એસ.ટી. વર્ગના હક્ક પર તરાપ મારતો હોય સરકારના પરિપત્રનો ભંગ કરતો હોય જે ગુનાહીત કૃત્ય ગણાય.

આ સંજોગોમાં યુનિવર્સિટીના વહીવટી વડા તરીકે આ બાબતે ઉચ્ચસ્તરે તપાસ કરી સત્ય બહાર લાવવુ અને જે જે લોકો જવાબદાર હોય તેમની સામે ક્રિમીનલ ઓફેનસ ગણી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ અન્યથા આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેવી રજૂઆતમાં ચીમકી આપેલ છે.

Post Comments