Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરફ ઓગળતા દરિયાની ખારાશ ઘટી અને સપાટી વધવાની ચિંતા

- ગ્લોબલ વોર્મિંગના કારણે

- ૨૦મી સદીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૦.૬ અંગે સેલ્સિયસ વધ્યું : આબોહવામાં ફેરફાર

ભાવનગર, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018

પૃથ્વીના સરેરાશ તાપમાન વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ૨૦મી સદીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૦.૬ અંશ સેલ્સિયસ વધ્યું છે. જેના કારણે આબોહવામાં ધરખમ ફેરફાર લોકો જોઈ રહ્યા છે. દેશ-દુનિયામાં વિચિત્ર ઋતુચક્ર નજરે પડે છે.

લોકોએ અસાધારણ ફેરફારનો સામનો કરવા સજ્જ રહેવું પડશે. કુદરતના નિયમોનું પાલન કરવાનો અવસર પાકી ગયો છે. પ્રતિ વર્ષ દરિયાની સપાટી ૩ મિલીમીટર વધે છે તેનાથી વૈજ્ઞાાનિકો ચિંતિત છે. બરફ પીગળે છે તે ગ્લોબલ વોર્મિંગ કારણભૂત છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર વિજ્ઞાાનનો આડેધડ ઉપયોગ કર્યો છે તેની માહિતી આપવામાં આવી હતી. પૃથ્વી રાત્રે ઠંડી થવી જોઈએ તેમાં ફેરફારો નજરે પડે છે તેમાં કાર્બન ડાયોકસાઈડ કારણભૂત છે.

વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની માત્રાની નિર્ણાયક ભૂમિકા છે. તેની માત્રામાં જે કંઈ વધારો થયો તે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. તેમાં જંગલોની કટાઈ, ફોસિલ ઈંધણ જેવા કે કોલસો, ખનીજતેલ અને કુદરતી વાયુના કારણે ઔદ્યોગિકરણની વૃદ્ધિ સાથે કાર્બન ડાયોકસાઈડની માત્રામાં વાતાવરણમાં વધારો કરે છે. ૨૦મી સદીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૦.૬ અંશ સેલ્સિયસ વધ્યું છે. પૃથ્વીના સરેરાશ તાપમાન વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ઈ.સ. ૨૦૦૦થી ૨૦૦૯નો દાયકો સૌથી વધુ ગરમ અનુભવ્યો છે. વૈજ્ઞાાનિકો વિશ્વમાં અભ્યાસ કરી રહ્યાં છે. અત્યારે બરફના થર ઓગળવાના કારણે દરિયાની ખારાશ ઘટવા પામી છે. દરિયાની સપાટી વધશે તો શું થશે તેની વર્ષો પછીની ચિંતા વિજ્ઞાાન કરી રહ્યું છે.

Post Comments