Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેત્રુંજી પૂલ પાસે બાઇક-લકઝરી વચ્ચે અકસ્માતમાં યુવકનું મૃત્યું

- ભાવનગર-તળાજા હાઇ-વે પર

- પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા સિહોરના યુવક બાઇક પર જતા હતા

તળાજા, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

તળાજા-ભાવનગર હાઇવે રોડ ઉપર શેત્રંુજીનાં પુલ પાસે બાઇક-કલજરીનો અકસ્માત એકનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે. આજરોજ તળાજા-ભાવનગર હાઇવે રોડ ઉપર બપોરનાં બે કલાકે તળાજાથી બે કિ.મી. દુર, શેત્રુંજીનાં પુલ પાસે, સાંઇબાબા જીનીંગ સામે બાઇક અને લકજરી બસ વચ્ચે થયેલ અકસ્માતમાં ઘટના સ્થળે એક યુવકનું મૃત્યુ થયેલ છે.

મહુવાથી બોમ્બે જતી સીતારામ ટ્રાવેલ્સની લકજરી બસ નં.જી.જે.૧૪ ઝેડ ૩૩૯૯ નંબરની ગાડી અને સામેથી સિહોરથી લગ્નની કંકોત્રી દેવા જઇ રહેલા યુવાનની બાઇક આ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં અનિરૃદ્ધસિંહ લખુભા ચૌહાણ (ઉ.વ.૨૩, રહે.સિહોર, ઓમ પાર્ક) મોટર સાઇકલ નં.જી.જે. ૪ બી.એલ. ૬૨૧૩ના ચાલક યુવાનનું મૃત્યુ થયેલ છે.

આ યુવાનનાં તા.૨૩-૧૧-૧૭ના રોજ લગ્ન હોવાથી પોતાના લગ્નની કંકોત્રી વહેચવા જઇ રહેલ હતા ત્યારે આ બનાવ બનેલ હતો, આ ઘટના બનતા લગ્નની કંકોત્રી વેર વિખેર થઇ ગયેલ હતી અને તેની બાઇક લકઝરી બસની નીચે આવી ગયેલ હતું અને રસ્તો બ્લોક થઇ ગયેલ હતો. આ યુવાન ભાવનગરની પ્રાઇવેટ બેંકમાં સર્વિસ કરતો હતો. અને તેના પી.એમ. ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

Post Comments