Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી આકાશમાં વહેલી પરોઢે ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો

- રોજની લગભગ ૪૦ ટન જેટલી મેટીયોર ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે

ભાવનગર, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં તા.૩થી ગુરૃવાર સુધી કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાાનિકોએ દરિયાઇ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી દીધો છે. જાન્યુઆરીના પ્રારંભથી તા.૪ સુધી આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.૩જીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે.

કલાકના ૧૫ થી ૫૦ અને વધુ ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઇ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. ક્વોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે.

આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. ઉલ્કા વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા અગ્નિ સ્વરૃપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે.

ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્ય પ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઇ શકાતી નથી. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે.

Post Comments