Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રંઘોળા અકસ્માત: રડી લીધુ સૌએ હૈયાફાટ, શોકગ્રસ્ત અનિડા ગામ હજુય ડૂસકા ભરે છે

- ટ્રક દૂર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા તો સાથોસાથ માણસાઇના દિવા પ્રગટયા

- બુધવારે દૂધરેજ-વડવાળા જગ્યાના મહંત કણરામબાપુ આ ગામે પહોંચી સાંત્વના આપી

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

જ્યાં મંગળિયા ગવાતા હતા, ગાવાના હતા ત્યાં ગમખ્વાર અકસ્માતે ૩૦-૩૨ જાનૈયાના અકાળ મોતથી અનીડા ગામ જ નહિ ગોહિલવાડ અને સમગ્ર ગુજરાતમાં આઘાત લાગ્યો છે. આજે બુધવારે દૂધરેજ-વડવાળા જગ્યાના મહંત કણરામબાપુ આ ગામે પહોંચી સાંત્વના આપી.

અહિ બાજુના વાંકિયા હનુમાનજી જગ્યાના મહંત રવુબાપુ પણ પહોંચ્યા અને જમવાનું આશ્રમ તરફથી આપવા કહી ગયા. મોરારીબાપુ દ્વારા ચિત્રકુટ ધામ તલગાજરડા તરફથી મરણ પામનારના પરિવારને જાહેરાત મુજબ રૂ. ૫,૦૦૦ અને પવિત્ર વસ્ત્ર રામભાઇ રાવળના હસ્તે પહોંચતા કરાયા.

અનીડા ગામે આવેલી આ આફત સાથે કેટલાયે જીવનદીપ બૂઝાયા, તેની સાથે સેંકડો માઇસાઇના દીપ પ્રગટયા. આ લખતા પણ આંખમાં આસુ આવે છે. રંઘોળા ગામે ખટારો પટવા સાથે અહિના ધંધાર્થીઓ, કાર્યકરો અને અન્યો દોડી આવી બચાવમાં લાગી ગયા. આગેવાનો શશીભાઇ ભોજ અને વશરામભાઇ આહિર સહિત તેમની ટુકડીને વંદન..! આ દુર્ઘટના પછી આરોગ્ય તંત્ર અને રાજકીય હોદેદારોને જાણ કરવા સાથે શશીભાઇ વ્યસ્ત રહ્યા. અહિના મૃતદેહોને આગળની   વિધિ માટે વશરામભાઇ બીજા વાહન અને ઢાંકવાનું કાપડ મંગાવવામાં રહ્યા. રંઘોળાને પોતાના ગામના ગોંદરે બનેલી દુર્ઘટનાનો આઘાત હતો. ગામે બંધ પાળ્યો.

ઘટના સ્થળની સામે જ ખોડિયાર નાસ્તા ગૃહવાળા કુલદીપસિંહ ચુડાસમા તથા દશરથસિંહ ગોહિલ ભોગ બનનાર જાનૈયાનો સામાન સલામત મુકાવી દીધો. સામેની બાજુથી જનકભાઇ ગોસ્વામી સૌ પહેલા દોડનારમાં હતા. ઉકાભાઇ કોતર અને નટુભાઇ ચાવડા કે મુકેશભાઇ ડાભી તેમજ છગનભાઇ ભોજ આવા કેટલાના નામ લખવા જ્ઞાતિ-જાતિના ભેદભાવ મુકી માનવતાના કામમાં લાગી પડયા.

રંઘોળામાં સરકારી તંત્ર એટલું જ ગતિથી પહોંચી ગયુ. સરકારી ગાડીઓ ઇજાગ્રસ્તોને દવાખાને પહોંચાડવા લાગી. ટીંબીની નિર્દોષાનંદજી સ્વામી દવાખાનુ સહિત આસપાસના  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહિ લાગી પડયા. ભાવનગરના સરકારી દવાખાનામાં ઇજાગ્રસ્ત દર્દીઓ માટે લોહીની જરૂર ઉભી થતા જરૂરિયાત કરતા વધુ બસોથી અઢીસો વ્યક્તિઓ લોહી માટે ખુરશીઓ પર પહોંચી ગઇ. હિન્દુઓ હતા તો મુસ્લિમો પણ  હતા. અહિ માનવતા માનવતા અને માનવતા જ જોવા મળી હતી. ભોગ બનનાર પરિવાર તો રડે જ કારણ પોતાના પરિવારના એક કે તેથી વધુ સભ્યો ગુમાવ્યા છે. આ ઘટના સાથે જ સૌએ રડી લીધુ હૈયાફાટ, અનીડા ગામ હવે ડૂસકા ભરે છે !

Post Comments