Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેસના બાટલાના ભાવ વધારાના વિરોધમાં આજે ડાબેરીઓના દેખાવો

- મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમો આપશે

ભાવનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

તા.૧૨ને શનિવારે બપોરે ૪ વાગે દરબારી કોઠાર સામે આવેલ મોટાતડની વાડીમાં પી.પી.એમ.ના સભ્યો, હમદર્દો તથા સમર્થકોનું વિશાળ સંમેલન યોજાશે જેમાં સી.પી.એમ.ના કેન્દ્રીય સમિતિના સભ્ય અરૃણ મહેતા માર્ગદર્શન માટે ખાસ હાજરી આપશે.

તા.૧૨મીએ સાંજે ૫.૩૦ કલાકે ઘોઘાગેઇટ ખાતે સી.પી.એમ. દ્વારા ભાજપ સરકારના કાળા કરતૂતો સમાન જી.એસ.ટી.નો ગાંડો અમલ દેશને બરબાદ કરનાર, નોટબંધી જીવન જરૃરી વસ્તુઓના બેફામ ભાવ વધારા, સરકારની નીતિને કારણે ઉભી થયેલી કાળઝાળ મંદી અને તેને કારણે ઉભી થયેલી રાક્ષસી બેરોજગારી, શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણને અપાયેલ લૂંટનો પરવાનો ફી વધારા, રેશનશોપ વ્યવસ્થાને ખતમ કરવાનો નિર્ણય, ગેસના બાટલામાં સબસીડી ખતમ કરી રૃા.૭૪૦નો જંગી વધારો કરવા, સહિતના પ્રશ્નો બાબતે જંગી દેખાવો યોજવામાં આવશે.

તેમજ તા.૧૩ થી ૧૫ સુધી ઉપરોક્ત પ્રશ્નો ઉપરાંત ભાવનગરના હિરા ઉદ્યોગ, પ્લાસ્ટીક, અલંગ, જી.આઇ.ડી.સી., આલ્કોક, શિપ બિલ્ડીંગ, ભાવનગર બંદરને ખાડે લઇ જવા સહિત પ્રશ્નો અને ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસનું ખાડામાં ધકેલવા માટે જવાબદાર નેતાઓને ખુલ્લા પાડવા બાબતેની પત્રિકાઓ વહેંચી ઝુંબેશ ચલાવાશે.

Post Comments