Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોલીસ ચોપડે ' વોન્ટેડ' ગણાતા ભાજપના ઉમેદવાર અને મંત્રી મોદીની સભામાં સ્ટેજ પર હાજર

દેવગઢબારિયામાં લૂંટ, હત્યા અને આર્મ્સ એકટના ગુનામાં બચુભાઈ ખાબડ સામે ફરિયાદ થઈ છે

 

દાહોદ,તા.૬.ડીસેમ્બર
દાહોદ જિલ્લાની દેવગઢબારીયા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજયના પશુપાલન તથા મત્સ્યોદ્યોગ મંત્રી બચુભાઈ ખાબડ કે જેઓ  સામે લૂંટ, હત્યા, કરવાનો પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ ગુના નોંધાયા છે અને હાલ પોલીસ ચોપડે ' વોન્ટેડ' છે, તેઓ આજે દાહોદના ખરોડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. ખાબડતી  કારમાંથી જ શસ્ત્રો પકડાયા હતા. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ઉમેદવારને પોલીસે જોયા ન હતા કે પછી આંખ આડા કાન કર્યા હતા તે મુદ્દે લોકોમાં ચર્ચા
દેવગઢબારીયા અને ખાનપુર તાલુકામાં ગયા અઠવાડિયે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત કાર્યકરો સામે લૂંટ, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ તા.૩૦ના રોજ જુદા જુદા ૬ ગુના નોધાયા હતા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રચાર દરમિયાન સામ સામે આવી ગયા હતા અને ધમાલ મચાવતા ભારે તંગદિલી ફેલાઇ હતી તેમજ ફાયરિંગ પણ થયું હતું. આ સંદર્ભે પોલીસે બંને પક્ષના ૨૦ કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમાંથી કોંગ્રેસના ૧૩ને જામીન મુક્ત કર્યા હતા. જ્યારે ભાજપના ૭ કાર્યકરોને જેલમાં ધકેલ્યા હતા જ્યારે બાકી કેટલાકને પકડયા કોમ્બિંગ શરૃ કર્યું હતું. આમાંથી એક ભાજપના ઉમેદવાર ખાબડ પણ હતા અને ગઇકાલ સુધી નગરમાં એવી ચર્ચા થતી હતી કે પોલીસ ચોપડે ઉક્ત ગુનામાં 'વોન્ટેડ' ખાબડ મોદીની સભામાં હાજર રહેશે કે કેમ? પરંતુ આજે તેઓ સભામાં સ્ટેજ ઉપર જોવા મળતા પોલીસ સામે પણ સવાલ ઊઠવા પામ્યા છે. ગુનામાં સંડવાયેલા ખાબડને પોલીસે જોયા ન હતા કે પછી આંખ આડા કાન કર્યા હતા, તેવા સવાલ લોકો કરી રહ્યા છે.
જોકે કારમાંથી શસ્ત્રો પકડાવાના મુદ્દે ખાબડે નિવેદન આપ્યું હતું કે જે કારમાંથી શસ્ત્રો પકડાયા હતા, તે તેમની પોતાની નથી અને બનાવ બન્યો ત્યારે તેઓ સ્થળ પર હાજર ન હતા.

Post Comments