Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિક્રમ ચાવડાએ જાહેરમાં દારૃનો અડ્ડો ચાલુ કરતા પોલીસનો છાપો

- લાલડાયરી પ્રકરણના મુખ્ય સૂત્રધાર

- વિક્રમ ફરી એકવાર ભાગી છુટવામાં સફળ, ગબડી પડેલો સાગરિત પકડાયો:૩૦૦ બોટલો કબ્જે

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

દારૃના હપ્તાના હિસાબની મળેલી લાલડાયરી પ્રકરણમાં બહુચર્ચિત બનેલા બુટલેગર વિક્રમ ચાવડાએ ફરીથી બાપોદ વિસ્તારમાં ખુલ્લામાં દારૃનુ વેચાણ શરૃ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો.પોલીસના હાથમાં વિક્રમ તો ન આવ્યો પણ ભાગવા જતા પડી ગયેલો સાગરિત ઝડપાયો હતો.

બાપોદ જકાતનાકા વિસ્તારમાં વૈકુંઠ સોસાયટી નજીક બુટલેગર વિક્રમ ચાવડાનો શરાબનો ધંધો ખુલ્લેઆમ ધમધમતો હોઇ સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ મહિના પહેલા છાપો માર્યો હતો અને તે દરમિયાન લાલડાયરી હાથ લાગી હતી.જેમાં આઇપીએસ કક્ષાના હોદ્દા ધરાવતા અધિકારીઓને સંડોવતા હપ્તાની રકમનુ લખાણ મળી આવ્યુ હતુ.

ઉક્ત બનાવ બાદ છુટેલા વિક્રમ ચાવડાએ ઉત્તરાયણ નીમિત્તે ફરીથી જાહેરમાં દારૃનું ધૂમ વેચાણ શરૃ કર્યુ હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ ડી જે ચુડાસમા અને સ્ટાફે ગઇકાલે સાંજે વૈકુંઠ સોસાયટીના આશાપુરી માતાના મંદિર પાછળના મેદાનમાં છાપો માર્યો હતો.પોલીસને જોઇ વિક્રમ ભાગી છુટયો હતો.જ્યારે તેનો સાગરિત નિરવ ઉર્ફે નિલેશ ભરતભાઇ પટેલ(રહે.ઉકાજીનુ વાડિયુ,ગાંધી કુટિર,વાઘોડિયારોડ) પડી જતા પકડાઇ ગયો હતો.
પોલીસે શરાબની ૩૦૦ બોટલ, બાઇક અને બે મોબાઇલ મળી કુલ રૃા.૧.૮૫ લાખની મત્તા કબ્જે કરી વિક્રમની શોધખોળ શરૃ કરી છે.

લાલડાયરી પ્રકરણમાં હજી સુધી પોલીસે કાંઇ ઉકાળ્યુ નથી
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શનિવાર
બુટલેગર વિક્રમ ચાવડાના અડ્ડા પરથી સ્ટેટ મોનિટરિંગ સેલને હાથ લાગેલી લાલડાયરીમાં હપ્તાનો હિસાબ હોઇ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.આ બનાવને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતા અને વિક્રમ પણ પકડાઇ ચૂક્યો હોવા છતા પોલીસ કાંઇ જ ઉકાળી શકી નથી.

૧૫ દિવસ પૂર્વેજ
જામીન પર છૂટીને ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો
બુટલેગર નિરવ બે દિવસના રિમાન્ડ પર

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
નામચીન બુટલેગર વિક્રમ ચાવડાના દારૃના અડ્ડા પરથી પકડાયેલા તેના સાગરિતને કોર્ટમાં રજૂ કરી પાણીગેટ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમ બ્રાંચે વાઘોડીયા રોડ વૈકુંઠ સોસાયટી પાસે ચાલતા નામચીન બુટલેગર વિક્રમ ચાવડાના અડ્ડા દરોડા પાડીને દારૃની ૩૦૦ બોટલો કિમત રૃપિયા ૧.૩૫ લાખનો દારૃ લીધો હતો. આ દારૃ સાથે પકડાયેલા વિક્રમના સાગરિત નિરવ ઉર્ફે નિલેષ ભરતભાઈ પટેલ (રહે.વિશ્વકર્મા ગાંધી કુટિર ઉકાજીનું વાડિયુ વાઘોડિયા રોડ)ને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યું હતુ કે દારૃ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા. અન્ય ક્યાં આરોપીઓ સંડોવાયેલા છે? ૧૫ દિવસ પૂર્વેજ પ્રોહિબિશનના ગુનામાં છૂટયો છે. અને ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો હતો.
કોર્ટે આરોપીના બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

Post Comments