Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: હાલોલ રોડ પર રાજપૂત યુવાનો દ્વારા ટાયરો સળગાવી ચક્કાજામ કરાયું

- કલાકો સુધી મુખ્ય હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો

- પોલીસ પહોંચતા જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

વડોદરા, 25 જાન્યુઆરી 2018 ગુરુવાર

ગુજરાત ભરમાં પદ્મવત ફિલ્મનો વિરોધ કરી રહેલા રાજપૂત સંગઠનો દ્વારા ફિલ્મ રીલીઝ અટકાવવા માટે એક દિવસ પૂર્વે અમદાવાદમાં અનેક સ્થળે વાહનોની આગચાંપી અને તોડફોડ કરી હતી.

જે બાદ ગુજરાતના મોટા ભાગના મલ્ટિપ્લેક્ષ અને સિનેમાઘરો એ ફિલ્મ રિલીઝ નહીં કરવાની ખાતરી આપી હતી. તેમ છતાંય અનેક સ્થળે નાના મોટા વિરોધ પ્રદર્શનોના કાર્યક્રમો થઈ રહ્યા છે.

આજે વડોદરા શહેરના હાલોલ- વડોદરા હાઇવે પર આમલિયારા ગામ પાસે એક આજે રાજપૂત સંગઠનો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી રસ્તો રોકવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરતા રાજપૂત યુવકોએ રસ્તો રોકી દેતા ચાર કિમિ સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે પોલીસને જાણ કરવા છતાંય એક કલાક સુધી પોલીસ પહોંચી ન હતી. જેથી રાહદારીઓમાં ગભરાહટનો માહોલ ફેલાવા પામ્યો હતો.

ફિલ્મના વિરોધમાં રાજ્યના થિયેટરો સાથે દેશભરમાં તેનો બહિષ્કાર કરવામાં આવે તેવી માંગણી સાથે યુવકોએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પોલીસ આવતા જ યુવકો સ્થળ છોડી નાસી છૂટ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Post Comments