Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: ભાજપના OBC મહામંત્રીના ગંભીર આક્ષેપો, સાંસદે કરાવ્યો હુમલો

- બોગસ ડોકટર મામલે ફરિયાદ કરતા કેસ પાછો ખેંચવા દબાણ કર્યુ

- ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી અને જીવલેણ હુમલો કરાવ્યા ના આક્ષેપ

વડોદરા, 10 નવેમ્બર 2017 શુક્રવાર

વડોદરા શહેરમાં એક મંત્રી દ્વારા ભાજપના નગરસેવકને ધમકી આપ્યાના કિસ્સાની હજી સ્યાહી સુકાઈ નથી. તે પહેલાં તો મહિલા મોરચાના અગ્રણી અને સાંસદ દ્વારા એક સંગઠનના હોદ્દેદાર પર હુમલો કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો કિસ્સો સપાટી પર આવ્યો છે.

વડોદરા તાલુકાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલ તાલુકાના સાકરદા ગામમાં રહે છે અને છેલ્લા 12 વર્ષથી ભાજપમાં સક્રિય છે. વર્ષ 2014માં તેઓએ સાકરદા ગામમાં ભાજપના મહિલા મોરચાના અગ્રણી દ્વારા ધોરણ 10 પાસ હોવા છતાંય ગેરકાયદે રીતે દવાખાનું ચલાવવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને કરી હતી. તે બાદ આરોગ્ય વિભાગે તાપસ કરી અને દવાખાનું બંધ કરાવ્યું હતું.

ભાજપના મહિલા મોરચાના અગ્રણીની બોગસ તબીબ તરીકેની પ્રેક્ટિસ બંધ કરાવતા ભાજપના જ હોદ્દેદારો દ્વારા કેસ પરત ખેંચી લેવા માટે સંજય પંચાલ પર દબાણ કરવામાં આવતું હતું. પણ સંજય દ્વારા કેસ પરત ખેંચવાની ના પાડતા તેના પર અનેક કેસ ઉભા કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને પ્રદેશ મહિલા મોરચાના અગ્રણી જીગીશાબેન પટેલ દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અને કેસમાં સમાધાન કરી લેવા અને તેના બદલામાં કિંમત ચૂકવી આપવા ની પણ ઓફર કરી હતી.

સંજય દ્વારા સમાધાન નહીં કારવાનું ના કહેતા તેમના પર ચાર દિવસ પહેલા રણોલી બ્રિજ પાસે જીવલેણ હુમલો પણ કરાવ્યો હોવાનો આક્ષેપ સંજય પંચાલે કર્યો હતો. અગાઉ 23 ઓક્ટોબરે બે ઈસમો બાઇક લઈને આવી અને તેમને રોકી અને રિવોલ્વર બતાવી અને ધમકી પણ ઉચ્ચારી હતી. જે મામલે સંજય પંચાલે પોલીસ કમિશનર ને ફરિયાદ પણ આપી હતી.

આ મામલે સાંસદ રંજનબેન ભટ્ટ ને પૂછતાં તેઓ ને આ બાબતે કાંઈ જ જાણ નથી. તેમ જણાવ્યું હતું. સંજય પંચાલ સાથે તેઓ એ ક્યારેય વાત કરી નથી. અને તેમના આક્ષેપો ને રંજનબેન ભટ્ટે રદિયો આપ્યો હતો.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments