Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: એસ. એસ. જી હોસ્પિટલમાંથી ચંપલની રેકમાંથી મળેલા મૃત શિશુનો ભેદ ઉકેલાયો

- મૃત બાળક મુકનારા વૃદ્ધ મહિલાના સસરા જ હોવાનું બહાર આવ્યું

વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર

વડોદરાના એસ. એસ. જી હોસ્પિટલમાંથી ચંપલની રેકમાંથી મળેલા મૃત શિશુનો ભેદ ખુલ્યો છે. બાળક એસ. એસ. જીમાં સારવાર માટે આવેલી ગરબાડાની મહિલાનું હોવાનું બહાર આવ્યું છે. રાવપુરા પોલીસે બાળકના પિતા અને દાદાની ધરપકડ કરી છે.

એસ. એસ. જીના રુકમણી ચૈનાની પ્રસુતિગૃહના બૂટ ચંપલની રેકમાંથી મળેલા મૃત બાળકની માતા ત્યાંજ સારવાર લઈ રહી છે. મૃત બાળક મૂકનારા વૃદ્ધ મહિલાના જ સસરા હોવાનું બહાર આવ્યું છે. રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરતા તેમાં તારીખ 6ના રોજ સવારે એક એમ્બ્યુલન્સ આવતી દેખાય છે. જેમાંથી એક મહિલા દર્દીને ઉતારવામાં આવે છે. તેમાંથી ગોદડી સાથે એક વૃદ્ધ ઉતરે છે. તે ગોદડી બાકડા પર મૂકી દે છે.

થોડા સમય પછી આ વૃદ્ધ ગોદડી પ્રસુતિગૃહના બુટ-ચંપલના રેકમાં મૂક્યા બાદ દેખાતા નથી. પોલીસે સવારે પાંચથી છ દરમિયાન સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી મહિલાની તપાસ હાથ ધરી હતી. જેમાં આ સમય દરમિયાન ત્રણ મહિલા દાખલ થઈ હતી.

જેમાં બે મહિલાને બાળક સાથે રજા આપી હતી જયારે એક મહિલા દાખલ છે અને પ્રસૂતિ થઇ છે પરંતુ બાળક નથી. આ વિગત મળતા જ પોલીસે મહિલાના પતિ નરસિંહ ભીલને બોલાવ્યા હતા. તેમને સીસીટીવી ફૂટેજ બતાવતા મૃત બાળક તેનાજ પિતા જ મુક્ત હોવાની કબૂલાત કરી હતી. બંનેનો જામીન પર છુટકારો થયો છે.

Post Comments